________________
૫૩
નમુત્થણ-સૂત્ર-વિવેચન
સર્વે તિવUT વંમિ - સર્વેને મન, વચન, કાયાએ વંદુ છું.
આ ગાથા દ્વારા ભૂતકાળમાં થઈ ગયેલા, ભવિષ્યમાં થનારા અને વર્તમાનકાળે વિચરતા એવા સર્વે અરિહંતોને વંદના કરાયેલ છે. આ જ પ્રકારનો પાઠ સૂત્ર-૧૧ “ચિંતામણિ' ની ગાથા-૩માં તીય કંપડ઼ય પદથી આવી ગયેલ છે.
નમુત્યુ રિહંતાણ થી આરંભીને નિલમયા સુધી આ રીતે ભાવ જિનોની સ્તુતિ કરાઈ છે અને છેલ્લી ગાથામાં ત્રણે કાળના સર્વે દ્રવ્ય જિનોને પણ વંદના કરવામાં આવેલ છે.
1 વિશેષ કથન :- નમુત્યુનું સૂત્રનું શબ્દશઃ વિવેચન કરાયું. પણ આ સૂત્રમાં રહેલી, સૂત્ર સંબંધી એવી કેટલીક વિશેષ હકીકતો જણાવવાનું આવશ્યક છે. ગણધર રચિત અને અનેક આગમોમાં સ્થાન પામેલ એવા આ સૂત્ર પર હરિભદ્રસૂરિ રચિત લલિતવિસ્તરા ટીકા તો પ્રસિદ્ધ છે જ. તદુપરાંત ચૈત્યવંદનમહાભાષ્ય, દેવવંદનભાષ્ય, યોગશાસ્ત્ર આદિમાં પણ તેનું વિવેચન અથવા તેની અંતર્ગતુ રહેલી હકીકતોનું કથન જોવા મળે છે. આવી વિશેષકથન રૂપ બાબતોને અહીં જણાવવામાં આવી છે.
સૂત્રનું નામ :- આ સૂત્રનું “નમુત્થણ' નામ તો માત્ર આદ્ય શબ્દને કારણે પ્રસિદ્ધ થયું છે, પણ તેને શક્રસ્તવ અને પ્રણિપાતદંડક રૂપે પણ ઓળખાવાએલ છે.
શક્રસ્તવ :- શક્ર કે ઇન્દ્ર કરેલી સ્તવના.
તે કાળે તે સમયે શક્ર નામના સિંહાસન પર બેસનારો સૌધર્મેન્દ્ર શુક્ર સૌધર્મ દેવલોકમાં, સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્માસભામાં બેઠેલો હતો. આ સંપૂર્ણ જંબૂદ્વીપને પોતાના વિપુલ અવધિજ્ઞાન વડે જોતો હતો. તે સમયે શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપના ભરતક્ષેત્રના દક્ષિણાર્ધ ભારતના બ્રાહ્મણકુંડગ્રામ નગરમાં કોડાલગોત્રના ઋષભદત્ત નામના બ્રાહ્મણની પત્ની જાલંધર ગોત્રની દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયેલા જુએ છે. જોઈને તે ઇન્દ્ર હર્ષિત થયો, સંતુષ્ટ થયો. ચિત્તમાં આનંદ પામ્યો. પ્રીતિયુક્ત મનવાળો થયો (ઇત્યાદિ).
તે ઇન્દ્ર ઉત્સુકતાથી સિંહાસનેથી ઉઠ્યો. ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. પછી ઉત્તમ રત્નોની જડેલી પાદુકાઓને નીચે ઉતારી, એક વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યું. અંજલિપૂર્વક બે હાથ જોડી, તીર્થકરની દિશામાં સાત, આઠ પગલાં ચાલીને પોતાનો ડાબો ઢીંચણ ઊંચો રાખે છે, જમણા ઢીંચણને ભૂમિતલ પર લગાડીને પોતાના મસ્તકને ત્રણ વખત ભૂમિતલ પર મૂકે છે, નમસ્કાર કરે છે. પછી શરીરને કિંચિત્, નમાવીને, ભુજાને સંકોચે છે, પછી બે હાથ જોડી-દશ નખ ભેગા કરી - મસ્તકે આવર્ત કરી મસ્તકે અંજલિ જોડીને સૌધર્મેન્દ્ર આ પ્રમાણે બોલ્યો
નમુત્યુvi રિહંતાણં –૪–૪–૪–૪– નમો નિણા નિષમા'
આ રીતે શક્ર અરિહંતોના ચ્યવન, જન્મ આદિ કલ્યાણકોના સમયે પોતાના વિમાનમાં રહીને સર્વ અરિહંતોની તેમના-તેમના જન્માદિ કલ્યાણકના પ્રસંગોમાં