________________
નમુત્થણ-સૂત્ર-વિવેચન
૫૧
• સપુનરાવિત્તિ – જે તે માટે પુનરાવત્તિયં એવો પણ પાઠ મળે છે. અપુનરાવૃત્તિ અથવા અપુનરાવર્તિક એટલે જ્યાં ગયા પછી પાછું ફરવાનું હોતું નથી (તેવું સ્થાન-મોક્ષ) અથવા સંસારભ્રમણના બીજભૂત એવા કર્મનો અભાવ હોવાથી પુનર્ભવ કે પુર્નજન્મ રૂપ અવતારનો જેમાં અભાવ છે તે.
-૦- ‘શિવ થી અપુનરાવૃત્તિ' વિશેષણો જેને માટે કહેવાય છે, તેવા વિશેષ્ય પદ ‘સિદ્ધિગતિનો હવે ઉલ્લેખ કરાય છે. એટલે કે “સિદ્ધિગતિ કેવી ? તો જે શિવ, અચલ, અરજ આદિ વિશેષણોથી યુક્ત છે તેવી
• સિદ્ધિ-નામધેયં - સિદ્ધિગતિ નામવાળા.
- જ્યાં આત્મા સમાપ્ત પ્રયોજનવાળો અર્થાત્ કૃતકૃત્ય હોય છે. એવા સ્થાનને કે જે સ્થાન ચૌદ રાજલોક (સમગ્ર જગતુ)ની ઉપરના અંત ભાગમાં છે, જેને સિદ્ધિ અને મુક્તાત્માઓનું ત્યાં ગમન થતું હોવાથી ગતિ કહેવાય છે. માટે સિદ્ધિગતિ એવા ઉત્તમ નામવાળું.
- જ્યાં ગયા પછી જીવોને કંઈ કરવાનું પ્રયોજન બાકી રહેતું નથી, તે સિદ્ધિ, તે સ્થાન જવા યોગ્ય હોવાથી ગતિ તરીકે ગણના પામે છે. એટલે કે સિદ્ધ થયેલા જીવોની જ્યાં ગતિ થાય છે, તે સિદ્ધિગતિ, તે નામવાળા.
• તા – સ્થાનને. આત્માઓ જ્યાં સ્થિર રહે તે સ્થાન. જેને વ્યવહારનયથી “સિદ્ધિક્ષેત્ર' કહેવાય છે. કહ્યું છે કે, “અહીં મનુષ્યલોકમાં છેલ્લા શરીરનો ત્યાગ કરીને ત્યાં સિદ્ધિક્ષેત્રમાં જઈને કાયમ માટે સ્થિરતાથી વસે છે.” માટે વ્યવહારનયથી તેને સિદ્ધિક્ષેત્ર કહ્યું છે.
નિશ્ચયનયથી તો સર્વ કર્મરૂપ અનાદિ આનંબરનો મેલ ઉતારીને આત્મા પોતાના મૂળ સ્વરૂપમાં રહે છે. માટે “સ્વરૂપની પ્રાપ્તિ એ જ મોક્ષ અને એ જ મોક્ષસ્થાન કહેવાય છે. કેમકે સિદ્ધો તેમાં સ્વ-રૂપમાં જ રહે છે, રમે છે અને સ્વરૂપનો જ આનંદ ભોગવે છે.
નિશ્ચયનયથી તો સર્વે પદાર્થો પોતાના સ્વરૂપમાં જ રહે છે. કોઈ દ્રવ્ય પોતાના મૂળ સ્વરૂપને છોડતું નથી - એમ કહેલું છે. પૂર્વે જણાવેલા શીવ, અચલ, અરુજ આદિ વિશેષણો પરમાર્થથી સ્થાનને નહીં, પણ મુક્ત આત્માને લાગુ પડે છે. તો પણ સ્થાન અને સ્થાનીનો અભેદ હોવાથી ઉપચારથી ત્યાં રહેનારા સ્થાનીનાં લક્ષણો સ્થાનમાં પણ લાગુ પડી શકે છે.
આવા પ્રકારના (સિદ્ધિગતિ) સ્થાન પામેલા અર્થાત્ સંપૂર્ણપણે કર્મક્ષય થવા રૂપ સંસારી અવસ્થા નાશ થવાથી સ્વાભાવિક આત્મસ્વરૂપે પ્રગટ થવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પામેલા, આવા આત્માને જો વ્યાપક માનવામાં આવે તો અહીં જણાવ્યું તેવા વ્યવહાર અને નિશ્ચયરૂપ સિદ્ધિસ્થાનની તેને પ્રાપ્તિ થઈ શકે નહીં. જેઓ ક્ષેત્રથી સર્વ વ્યાપક નથી તેઓને જ સંસારી અવસ્થાના ત્યાગરૂપ મોક્ષઅવસ્થા અથવા સિદ્ધિગતિ નામક સ્થાન પ્રાપ્ત થાય છે.
- સંપત્તાનું – પ્રાપ્ત થયેલાને. આ શબ્દ પૂર્વના પદોની સાથે વિચારવાનો છે.