________________
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
બુદ્ધિના ફળરૂપ વિજ્ઞાન ન જ હોય. કારણ કે કાર્યની સિદ્ધિ સુધી જ કારણ ઉપયોગી છે, પછી તેની આવશ્યકતા નથી. જીવને પણ કર્મના આવરણો તૂટ્યાં ન હોય ત્યાં સુધી ભલે બુદ્ધિરૂપ કારણની આવશ્યકતા રહે, પણ સંપૂર્ણ આવરણો તૂટવાથી આત્માનો જ્ઞાનસ્વભાવ પ્રગટ થતાં બુદ્ધિ ઉપયોગી નથી. જેમ તરવાની સહજ શક્તિ ન હોય તેઓને ભલે તુંબડુ કે નાવડી આદિ ઉપયોગી હોય, પણ જેઓને તરવાની સહજશક્તિ પ્રગટી છે તેવા મનુષ્યો, જળચરો આદિ નાવડી વિના જ તરી શકે છે, તેમ અરિહંતો પણ સહજ જ્ઞાન-દર્શનગુણો પ્રગટ્યા પછી બુદ્ધિ વિના જ સર્વ કંઈ જાણી-દેખી શકે છે. માટે બુદ્ધિના યોગ વિના પણ તેઓ સર્વજ્ઞ અને સર્વદર્શી જ છે.
૫૦
(આ પદનું વિવેચન - વિવિધ શંકા-સમાધાનો સહિત લલિત-વિસ્તરા ગ્રંથમાં તો જોવાલાયક છે જ. પણ સર્વજ્ઞ સિદ્ધિના અનુસંધાને રચાયેલ ‘સર્વજ્ઞ સિદ્ધિ’, ‘સન્મતિતર્કવિવરણ', ‘સર્વજ્ઞતાવાદ’, ‘પ્રમાણમીમાંસા', ‘સર્વજ્ઞશતક' આદિ ગ્રંથો પણ મનનીય છે.) ૦ આત્માને સર્વગત અર્થાત્ વ્યાપક માનનારાઓ કોઈ મુક્ત આત્માને પણ સર્વગત માને છે, અમુક સ્થાને જ રહે છે એમ માનતા નથી. તેઓ કહે છે કે, આકાશની જેમ સર્વ સંતાપ રહિત મુક્ત આત્માઓ પણ સર્વત્ર રહે છે. તેમના મતનું ખંડન કરતાં અહીં જણાવેલ છે કે, સિવમયત્તમરુઝમાંતમવયમવ્યાવાહ મપુળરવિત્તિસિદ્ધિારૂ નામધેય ઢાળ સંપત્તાળ. આ સમગ્ર વાક્યના પ્રત્યેક શબ્દોની વ્યાખ્યા આ પ્રમાણે છે–
♦ શિવમ્ - વિનો-ઉપદ્રવોથી રહિત. જેમાંથી સર્વ અપાયો- ઉપદ્રવો દૂર થયા છે, તે શિવ. (એવું મોક્ષ સ્થાન)
अयलम् અચલ એટલે સ્થિર. જે ચલિત થવાના ગુણથી રહિત છે તે અચલ કહેવાય. જેમાં સ્વાભાવિક કે પ્રાયોગિક કોઈપણ પ્રકારની ચલનક્રિયાનો સંભવ નથી તે અચલ. (એવું મોક્ષસ્થાન)
• ગમ્ વ્યાધિ અને વેદનાથી રહિત. અરુજ એટલે વ્યાધિ-વેદના રહિત એમ કહ્યું કારણ કે મોક્ષમાં શરીર અને મનનો અભાવ છે. વ્યાધિનું મૂળ શરીર છે અને વેદનાનું મૂળ મન છે.
• અનંતમ્ – અનંત એટલે અંતરહિત. કોઈપણ કાળે જેનો અંત નથી તે અનંત અથવા ત્યાં રહેલા આત્માઓને અનંત વિષયોનું અનંત કાળનું જ્ઞાન હોય છે, માટે તે અનંત કહેવાય છે. (એવું મોક્ષ સ્થાન)
-
• લાયન્ અક્ષય એટલે જેનો કદાપિ ક્ષય થતો નથી કે જેમાં કદાપિ હાનિ કે ઘટાડો થતો નથી અથવા નાશ પામવાના કારણો નહીં હોવાથી કદી નાશ નહીં પામનારું અથવા શાશ્વતું કેમકે ત્યાં સાદિપર્યવસિત સ્થિતિ છે. (એવું મોક્ષસ્થાન) બીજો અર્થ છે ગક્ષત - પરિપૂર્ણ-પૂર્ણિમાના ચંદ્રમંડલની જેમ.
--
अव्वाबाह અવ્યાબાધ એટલે પીડા રહિત. કર્મજન્ય પીડાથી રહિત. મોક્ષ સ્થાનમાં કર્મરહિતપણું હોવાથી કર્મ જનિત કોઈ પીડા થતી નથી.