________________
૪૮
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
દીવો અદૃશ્ય રહે અને પદાર્થોને બતાવે એ બનતું નથી. તે પોતાનો અને અન્ય પદાર્થોનો સ્વ-પર પ્રકાશક છે. તેમ અરિહંતો પણ સ્વ-પર પ્રકાશક છે.
જેઓ એમ કહે છે કે, ઇન્દ્રિયો દેખાતી નથી છતાં પદાર્થોનું જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પરોક્ષ છતાં પદાર્થોનું જ્ઞાન કરાવી શકે છે. તો આ મત પણ ભ્રામક છે. કેમકે પદાર્થ જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયો ભાવઇન્દ્રિયો છે. તે ભાવઇન્દ્રિયો જ્ઞાનરૂપ હોવાથી આત્માને પ્રત્યક્ષ છે જ. વળી કહ્યું પણ છે કે, જે જ્ઞાનને પ્રત્યક્ષ જણાતું નથી, તેનાથી પદાર્થનું જ્ઞાન પણ થતું નથી. પ્રત્યક્ષ જ્ઞાન જ પદાર્થ જ્ઞાયક છે. આ રીતે ભગવંતમાં બુદ્ધપણું સિદ્ધ થાય છે.
(આ પદનું વિસ્તૃત અને તર્કબદ્ધ વિવેચન લલિત વિસ્તરામાં છે.) • કુત્તા નોમi – મુક્તોને અને મોચકોને.
– વિચિત્ર પ્રકારના વિપાકોને આપનાર વિવિધ કર્મોના બંધનથી અરિહંત પરમાત્મા મુક્ત થયેલા છે, એટલે તેઓ કૃતકૃત્ય કે નિષ્ઠિતાર્થ છે. અન્યને પણ તેઓ કર્મના બંધનોથી મુક્તિ અપાવે છે.
૦ લઘુ દષ્ટાંત :- ઋષભદેવ ભગવંતે જ્યારે દીક્ષા લીધી ત્યારે મરૂદેવા માતા પુત્રના વિરહને લીધે અત્યંત વ્યથિત હતા. પુત્રના શોકમાં અવિરત રૂદન કરતા અવિશ્રાંત અશ્રુજલથી તેમનાં નેત્રોમાં પડલ બાઝી ગયા. ભરતે ભગવંતના કેવળજ્ઞાનના સમાચાર સાંભળ્યા ત્યારે સર્વદ્ધિ સહિત વંદન કરવા જતી વખતે મરૂદેવા માતાને પણ હાથી પર બેસાડી ભરત રાજા નીકળ્યો. જ્યારે તેઓ સમવસરણ નજીક પહોંચ્યા ત્યારે ભગવંત અમૃતમય દેશના આપી રહ્યા હતા. તે દેશના વચન અને દેવદુંદુભિનો નાદ આદિ પરમાત્માનો દિવ્ય વૈભવ કાન વડે અનુભવતા મરૂદેવા માતા રોમાંચિત થઈ ગયા. આનંદના અશ્રુઓ ધસી આવ્યા. નેત્રમાં બાઝેલા પડલ ધોવાઈ ગયા. ઋષભદેવ પ્રભુના છત્ર-ચામરાદિ લક્ષ્મી જોઈ, મરૂદેવા માતાને થયું કે મોહથી વિહળ બનેલા પ્રાણીને ધિક્કાર છે, ખરેખર ! સ્નેહને ધિક્કાર છે.
ઋષભદેવ પરમાત્માની દેશના અને અતિશયયુક્ત દિવ્ય વૈભવ જોઈને ઉત્પન્ન થયેલ નિર્વેદ ભાવ સંવેગમાં પલટાયો, શુક્લ ધ્યાનની ધારાએ ચડ્યા. તે જ ક્ષણે મરૂદેવા માતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આયુષ્યનો લય પણ એ જ વખતે થતા મરૂદેવી માતાના ભવોપગ્રાહી (અઘાતી) કર્મો પણ ક્ષય પામ્યા. હાથી પર આરૂઢ થયેલા તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયા અર્થાત્ મોક્ષે સિધાવ્યા. એ રીતે આ અવસર્પિણીકાળમાં તેઓ આ ભરતક્ષેત્રમાં પ્રથમ મુક્ત (સિદ્ધ) થયા.
– વૃત્તિકાર મહર્ષિ જણાવે છે - મુક્ત અર્થાત્ બાહ્ય અત્યંતર ગ્રંથિના બંધનથી મુક્ત થયેલા. મોચક અર્થાત્ બીજાને પણ તે રીતે મૂક્ત કરાવનાર. એવા મુક્ત અને મોચક અરિહંતોને નમસ્કાર.
૦ મત નિરસન :- જેઓ “બ્રહ્મામાં લીન થઈ જવું એ જ મુક્તિ છે' એવું માને છે તે સંતપનના શિષ્યો ભગવંતને પણ વાસ્તવિક મુક્ત માનવા તૈયાર નથી.