________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
અરિહંત દેવોને પણ પરમાર્થથી કાલ્પનિક-અસત્ સ્વરૂપ માને છે. તેઓના મતનું ખંડન કરતાં કહે છે – નિHIM નાવિયા આદિ. “રાગાદિ શત્રુઓના વિજેતા હોવાથી 'જિન' છે પ્રાણી માત્રને વિશે રાગદ્વેષાદિ ભાવો અનુભવસિદ્ધ હોવાથી તે ભ્રમણા કે કલ્પના માત્ર નથી. પરંતુ રાગ-દ્વેષ વગેરે સત્ છે. તેઓનો વિજય કરનારા “જિન” પણ સત્ છે.
(બુદ્ધોનો મત, તેની ચાર શાખા, તેમના સમર્થક અને તેમના મતનું ખંડન ઇત્યાદિ વિગતો લલિતવિસ્તરા ટીકામાં લંબાણથી અને તર્કબદ્ધ જોવા મળે છે.)
• તિન્ના તારાઈ - તીર્ણોને, તારકોને.
– જેઓ સ્વયં સંસારસમુદ્ર તરી ગયા છે તેઓને તથા જેઓ અન્યને (પણ) સંસાર સમુદ્રથી તારે છે તેઓને
શ્રી તીર્થકર દેવો સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપી પ્રવડણ વડે સંસારસમુદ્રને તરી ગયા છે તથા બીજાઓને પણ પોતાના અચિંત્ય પ્રભાવ અને અતિશયવાળી દેશના વડે તારે છે.
૦ મત નિરસન :- અનંત નામના વાદીના શિષ્યો માને છે કે, કાળ જ આખા જગતનું (સર્વ ભાવોનું) પરાવર્તન-ફેરફાર કરે છે. આ મતનું ખંડન કરતા કહે છે – ‘તિન્નાઇ તારયા' સ્વયં સંસાર સમુદ્રથી તર્યા છે અને બીજાને પણ તારે છે. અરિહંતો તીર્ણ છેતરી ગયા છે. તેથી તેઓને સંસારમાં ફરી અવતરવાનું સંભવ જ નથી. જો મુક્ત (આત્મા) પણ ફરી અવતરે તો મુક્તિ જ અસત્ય ઠરે; મુક્ત આત્મા સંસારી બનતો નથી. તેથી જ તેઓ યથાર્થ તરેલા છે. આ કારણે કાળા જ પરાવર્તન કરે છે, તે મત ખોટો છે. કેમકે સિદ્ધો કાળને પણ ખાઈ જનારા છે. એક વખત મોક્ષે ગયેલા અરિહંતને કાળ પણ કશું પરાવર્તન કરાવી શકતો નથી.
૦ યુદ્ધા વદવાઈ – બુદ્ધોને અને બોધકોને.
– અજ્ઞાનરૂપી નિદ્રામાં પોઢેલાં આ જગતમાં અરિહંત પરમાત્મા અન્ય કોઈના ઉપદેશ વિના જ સ્વસંવિદિત જ્ઞાન વડે જીવ-અજીવાદિ તત્ત્વોને જાણે છે તથા બીજાઓને તેનો બોધ કરે છે, તેથી તેઓ બુદ્ધ-બોધક કહેવાય છે. તેઓને બુદ્ધાણંબોલ્યાણ અરિહંતોને-નમસ્કાર થાઓ.
૦ મતનિરસન :- અમુક મીમાંસકો માને છે કે જ્ઞાન પરોક્ષ છે. તેથી તેમના મતે તરેલા અને તારનારા ભગવંતો પણ બોધવાળા કે બોધ કરાવનાર હોતા નથી. તેઓ કહે છે કે, વસ્તુ તો પ્રત્યક્ષ દેખાય છે પણ બુદ્ધિ પ્રત્યક્ષ દેખાતી નથી, માટે બુદ્ધિ આત્માથી પરોક્ષ છે. જો પ્રત્યક્ષ હોય તો પદાર્થોની જેમ તે પણ દેખાવી જોઈએ. તેમની આ માન્યતા અસત્ છે તે જણાવવા વૃદ્ધાનં વોહયા પદ મૂકેલ છે. અર્થાત્ અરિહંતો સ્વયં બોધવાળા છે અને બીજાને બોધ કરાવનારા છે.
અજ્ઞાનરૂપી નિદ્રામાં ઊંઘતા આ જગતમાં ભગવંતોએ, જે જ્ઞાન પોતાને તથા પદાર્થોને પણ જણાવે છે, તે પોતાના જ સ્વપ્રત્યક્ષ જ્ઞાનદ્વારા અને કોઈ બીજાના ઉપદેશ વિના જ જીવ-અજીવ આદિ તત્ત્વોને જાણ્યા છે, તેથી તેઓ બુદ્ધ છે. જેમ