________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૪૯
તેઓ કહે છે, બ્રહ્મામાં મળી ગયેલા આત્માઓની સ્થિતિ પણ બ્રહ્માવત્ સમજવી. તેમના આ મતનું ખંડન કરતાં કહ્યું કે, મુત્તા મલાઈ અર્થાત્ કર્મબંધનોથી સ્વયં મુક્ત થયેલાને અને બીજાને મુક્ત કરાવનારાને. જે કર્મોનું ફળ ચાર ગતિરૂપ સંસાર છે, તે વિચિત્ર કર્મોના બંધનથી છૂટેલા હોવાથી ભગવંત મુક્ત છે. તેઓનું કાર્ય પૂર્ણસિદ્ધ થયેલું છે. તેઓ માને છે તેમ જગકર્તા (બ્રહ્મા)માં મળી જવાથી આત્માની કાર્યપૂર્ણતા થતી નથી. કારણ કે તેઓના મતે બ્રહ્માને પુનઃ જગત્ રચવાનું હોવાથી તેનું કાર્ય તો અધુરું જ હોય છે. વળી જગત્ રચવામાં એકની હીન અને બીજાની ઉત્તમ આદિ અવસ્થાઓ બનાવવાથી બ્રહ્મામાં રાગદ્વેષની પણ સિદ્ધિ થાય છે. તેમજ કોઈ કોઈનામાં ભળી જાય તે પણ અસત્ય છે, કારણ કે તેમ થવામાં બ્રહ્માનો કે બ્રહ્મામાં ભળનાર આત્માનો, બેમાંથી એકનો અભાવ થાય છે. તેથી જગતકર્તામાં ભળી જવાનું માનવું તે અજ્ઞાનમૂલક કે અસત્ય છે. આત્મા સ્વયં જ કર્મથી મુક્ત થાય છે.
-૦- આ રીતે “જિણાણ-જાવયાણ' આદિ ચાર પદોની આઠમી સંપદા પૂર્ણ થઈ. હવે નવમી અને છેલ્લી મોક્ષસંપદાને જણાવતા કહ્યું છે કે, સવ્વલૂર્ણ સબૂદરિસીણ સિવું અયલ અરુએ અસંત અકુખયં અવ્યાબાડું અપુણરાવિત્તિ સિદ્ધિ ગઈ નામધેય ઠાણે સંપત્તાણં નમો જિણાણે જિઅભયાણ.
• સવ્વલૂર્ણ સબૂદરિસીણ – સર્વજ્ઞોને, સર્વદર્શીઓને. – સર્વને જાણે તે સર્વજ્ઞ, સર્વને દેખે તે સર્વદર્શી.
– અહીં સર્વ શબ્દ “લોકાલોક વ્યાપી સર્વદ્રવ્યો અને તેના સર્વ પર્યાયોના અર્થમાં સમજવાનો છે. અરિહંત પરમાત્માના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોનો સંપૂર્ણ રીતે લય થયેલો હોવાથી તેઓ સર્વ દ્રવ્યોને તથા તેના સર્વ પર્યાયોને જાણી શકે છે તથા જોઈ શકે છે.
– સર્વજ્ઞતાની સિદ્ધિ માટે જૈનદર્શની દ્વારા વિપુલ સાહિત્ય રચના થઈ છે.
૦ મત નિરસન :- બુદ્ધિના યોગે જ્ઞાન થાય છે - એમ માનનારા સાંખ્યદર્શનવાળા ભગવંતને સર્વજ્ઞ અને સર્વદર્શી માનતા નથી. તેઓ એમ માને છે કે, બુદ્ધિથી વિચારેલા અર્થને આત્મા જાણે છે. (સ્વયં આત્મા જ્ઞાન-દર્શન કરી શકતો નથી.) તેઓની માન્યતાનું ખંડન “સલ્વમૂui સવ્વરિલી' પદથી થાય છે. આત્માનો સ્વભાવ જાણવાનો અને જોવાનો છે જ, પણ કમ્મરૂપ આવરણો આડે આવવાથી તે પોતાના સ્વભાવનો ઉપયોગ કરી શકતો નથી. આવરણો ખસી ગયા પછી કોઈની પણ સહાય વિના જ જ્ઞાન-દર્શનરૂપ સ્વ-સ્વભાવથી જ સર્વ જાણે છે અને જુએ છે.
યોગદૃષ્ટિ સમુચ્ચય શ્લોક-૧૮૨માં પણ કહ્યું છે કે, જીવ સ્વયં શુદ્ધ પ્રકૃત્તિથી જ ચંદ્રસમાન છે, ચંદ્રના કિરણોની જેમ આત્માને વિજ્ઞાન છે અને ચંદ્રની આડે આવતાં વાદળોની જેમ તેની આડે આવતાં કર્મરૂપ વાદળો છે.
વળી એવું પણ એકાંત નિત્ય નથી કે, બુદ્ધિરૂપી કારણ વિના આત્માને