________________
નમુત્થણં-સૂત્ર-વિશેષ કથન
૫૫
હોય છે. આ સંપદામાં નીત્તમાં આદિ પાંચ પદો છે.
(૫) તહેતુ સંપદા :- તેને ઉપયોગ હેતુ સંપદા પણ કહે છે. તેમાં પાંચ પદો છે – મયવયાપ થી વહિવવા. સામાન્યોપયોગ જાણવા છતાં વિદ્વાનોને તૃપ્તિ થતી નથી. તેઓને એ સામાન્યોપયોગના હેતુને જાણવા ઇચ્છા થાય છે. તે જણાવવા માટે સમયડયા આદિ પાંચ પદો મૂક્યા. જેથી સ્તોતવ્યના ઉપયોગની પાછળના સંગીન કારણો જાણી શકે.
(૬) સવિશેષોપયોગ સંપદા :- સામાન્ય ઉપયોગની જાણકારી છતાં જેઓને એવી જિજ્ઞાસા થાય કે શું આ જ ઉપયોગ હેતુ છે કે વિશેષ પણ કોઈ ઉપયોગ હેતું હશે ? તેમની આ જિજ્ઞાસા સંતોષવાને માટે પાંચ પદોની સંપદા બતાવી તે ઘમ્પયાં આદિ “ધબ્બ' શબ્દવાળા પાંચ પદો છે.
(૭) સ્વરૂપ હેતુ સંપદા :- વિશેષ ઉપયોગની જાણકારી પછી પણ વિદ્વાનોને થાય છે કે આ સ્તોતવ્ય દેવનું સ્વરૂપ શું છે ? અને શું તેવું સ્વરૂપ સકારણ છે ? તેઓ વિશેષ નિશ્ચયપ્રિય હોવાથી તેમને આવી જિજ્ઞાસા થાય છે. તેથી બે પદોની એવી આ સંપદા – “અપ્પડિહય વરનાણદંસણ ધરાણ અને વિયટ્ટ છઉમાશં" બે પદોની છે.
(૮) નિજ-સમ-ફલદ સંપદા :- જેને આત્મતુલ્ય પરફલ કર્તૃત્વ સંપદા પણ કહે છે. આ સંપદામાં ચાર પદો છે. નિના નવિયાપ થી મુત્તા મોકIIM. સ્વરૂપ હેતુ જાણ્યા પછી પણ વિદ્વાનોને જિજ્ઞાસા થાય છે કે, સ્તોતવ્ય ભગવંત પોતાના જેવું ફળ બીજાને પણ આપી શકે છે કે કેમ ? તેમની આ જિજ્ઞાસાને સંતોષવા માટે ચાર પદોની આ સંપદા બતાવી કે જેમાં પરમાત્મા જે પોતે પામે છે તે જિનપણું, તિર્ણપણું, બુદ્ધપણું અને મુક્તપણે બીજાને પણ પમાડવામાં સમર્થ નિમિત્તરૂ૫ છે, તે જણાવે છે.
(૯) મોક્ષ સંપદા :- આટલું જાણ્યા પછી છેલ્લે એ જિજ્ઞાસા રહે છે કે, સ્તોતવ્યનો પ્રધાન ગુણ કયો ? તેઓ કયું ફળ પામ્યા હતા ? ઇત્યાદિ. આ સંપદામાં ત્રણ પદો મૂકેલા છે. સવ્વલૂ થી નિમાયા.
૦ શક્રસ્તવનું સ્થાન, ચૈત્યવંદન કે સ્તવ-સ્તુતિની મહત્તા :
જે સ્થાન સામાયિકમાં “કરેમિભંતે' સૂત્રનું છે, તેવું જ મહત્ત્વ પૂર્ણ કે પ્રધાન સ્થાન ચૈત્યવંદનની ક્રિયામાં “શક્રસ્તવ' અર્થાત્ “નમુહૂર્ણ સૂત્રનું છે. તેથી જ સત્યવાદ્ય વંvi - ચૈત્યવંદન શક્રસ્તવાદિ યુક્ત હોય છે તેમ કહેવાયેલ છે.
ઇષ્ટ સિદ્ધિનું મૂલ ઉપાસના છે, ઉપાસનાનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો વિકાસ કરનારું સાધન ચૈત્યવંદન છે. તેથી ઇષ્ટસિદ્ધિમાં ચૈત્યવંદનનું આલંબન અતિ મહત્ત્વનું છે, મહાનિશીથ સૂત્રમાં પણ કહ્યું છે કે, દરેક શ્રાવકે પ્રતિદિન ત્રણ વખત ચૈત્યવંદન કરવું જોઈએ. પ્રાતઃકાળે, મધ્યાહન ભોજન પૂર્વે અને નિદ્રાધીન થતાં પહેલાં. ચૈત્યવંદનથી આત્માના અધ્યવસાયો ઘણાં જ નિર્મળ થાય છે, છેલ્લે ભવભ્રમણથી મુક્ત થવાય છે.