________________
४६
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
અભાવ હોય છે.
૦ મતનિરસન :- જેઓ ઈશ્વરને છઘસ્થ (જન્મ લેનારા) માને છે. તેઓ કહે છે, જ્ઞાની અને ધર્મતીર્થને કરનારા પણ ઈશ્વર મોક્ષને પામીને ફરી પાછા તીર્થની રક્ષા માટે સંસારમાં આવે છે - જન્મ લે છે. તેઓના મતનું ખંડન કરતા અહીં વિયછડમ કહે છે.
છઘ એટલે આત્માના જ્ઞાનાદિ ગુણોને ઢાંકનારાં જ્ઞાનાવરણીયાદિ કર્મો તથા તેવા કર્મબંધને કારણે જીવની સંસારી (અશુદ્ધ) અવસ્થા અર્થાત્ કર્મ અને સંસાર તે છા.' આ છઘ જેઓના ટળી ગયા છે તેઓ વ્યાવૃત્તછદ્મા કહેવાય છે. તેવા વિયટ્ટ93મ અરિહંતને નમસ્કાર થાઓ. તેથી સમજવાનું એ છે કે, જ્યાં સુધી સંસાર (છઘ)નો ક્ષય ન થાય, ત્યાં સુધી મોક્ષ થતો નથી અને મોક્ષ થયા પછી જન્મ લેવાનું રહેતું નથી. કેમકે જન્મવા માટે તેમને કોઈ કારણ રહેતું નથી.
કોઈ એમ કહે છે કે, પોતે સ્થાપેલા ધર્મતીર્થનો નાશ કે ઉપદ્રવ કરનારા જ્યારે પાકે, ત્યારે તેઓનો પરાભવ કે દંડ કરવો વ્યાજબી હોવાથી તેઓ ફરી જન્મ લે છે. આ બચાવ પણ અજ્ઞાનરૂપ છે, કારણ કે મોહ-મમત્વ વિના તીર્થનો રાગ થયો. તેનો પરાભવ ન સહેવો કે તેની રક્ષા કરવી વગેરે વિકલ્પો આત્માને થાય જ નહીં. આવા વિકલ્પો મોહજન્ય છે અને “આવો મોહ હોવા છતાં તેઓનો મોક્ષ છે કે, મોક્ષ થવા છતાં પણ આવો મોહ છે.” એમ કહેવું તે પણ એક અજ્ઞાનજન્ય પ્રલાપ માત્ર છે - અસત્ય છે.
આ રીતે અહીં અવતારવાદનું ખંડન કરવામાં આવે છે.
હવે આઠમી સંપદા – “નિજ-સમ-ફલદ-સંપદા' નામની સંપદા જણાવે છે. તેમાં ચાર પદો છે – (૧) જિણાણે જાવયાણ, (૨) તિજ્ઞાણે તારયાણં, (૩) બુદ્ધાણં બોયાણ અને (૪) મુત્તાણું મોઅગાણ.
• જિના નવયામાં – જિનને, જાપકને. જિતનારાઓને અને જિતાવનારાઓને.
– રાગાદિ-દોષો જે સ્વાનુભવ સિદ્ધ છે અને જે સંસાર પરિભ્રમણનું મુખ્ય કારણ છે, તેને તીર્થંકર દેવો પૂર્ણતયા જીતી લે છે, એટલું જ નહીં પણ તેઓ સદુપદેશ આદિ વડે અન્યને પણ એવું બળ સમર્પે છે કે જેથી તેઓ પણ રાગાદિદોષોને જીતી લેવામાં સમર્થ થાય છે.
- “નિન’ શબ્દની વ્યાખ્યા સૂત્ર-૮ લોગસ્સ સૂત્રમાં કરાયેલી છે.
– વૃત્તિકાર મહર્ષિ જણાવે છે કે, છઘરહિતપણું “રાગ આદિ'ના જયથી પ્રાપ્ત થાય છે. તેથી કહે છે – જીતે છે અર્થાત નિવારે છે રાગદ્વેષોને માટે તેઓ જિન કહેવાય છે. રાગાદિ જયના ઉપાયના જ્ઞાનપૂર્વક તેઓ બીજાને પણ રાગ-દ્વેષ જીતવામાં પ્રેરક બને છે.
૦ મત નિરસન :- અવિદ્યાવાદીઓ કહે છે, “જગતુ માત્ર ભ્રાંતિરૂપ છે. તેથી અસત્ કે અવિદ્યા છે. એમ સર્વ ભાવોને માત્ર જીવની ભ્રમણારૂપ માને છે. તેઓ