________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૩૫
આ રીતે સમ્યક્ પ્રરૂપણા દ્વારા તે બધાંનું હિત કરનારા થયા. • તાપવાળું – લોક પ્રદીપોને. લોકમાં પ્રકાશ કરનાર મહાદીપકોને.
- લોક એટલે સંક્ષિ-લોક અથવા સંક્ષિ-પ્રાણીઓનો સમૂહ. પ્રદીપ એટલે વિશેષ પ્રકાશ આપનારો દીવો. અરિહંત પરમાત્માની દેશના સમસ્ત જ્ઞય ભાવોને પ્રકાશનારી હોવાથી તથા હેય અને ઉપાદેયનો બોધ કરાવનારી હોવાથી સંજ્ઞી પ્રાણીઓના હૃદયમાં રહેલો મિથ્યાત્વરૂપ ગાઢ અંધકાર ભેદી નાખે છે, તેથી તેમને માટે તેઓ પ્રદીપ-સમાન બને છે.
– લોક અર્થાત્ વિશિષ્ટ તિર્યંચ, નર, દેવ રૂ૫ લોક. તેમના અંત તિમિરને નિવારવાને માટે પ્રકૃષ્ટ પદાર્થ પ્રકાશ કરનારા હોવાથી પ્રદીપ. એવા લોકપ્રદીપ અરિહંતોને મારા નમસ્કાર થાઓ.
– લોકને પ્રદીપની જેમ પ્રકાશ આપનારા. લોક શબ્દથી વિશિષ્ટ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોરૂપ લોક સમજવો. કેમકે ભગવંત તેવા વિશિષ્ટ સંજ્ઞીજીવોમાં તે-તે પ્રકારની દેશનારૂપી જ્ઞાનનાં કિરણો વડે મિથ્યાત્વરૂપ અંધકારનો નાશ કરીને યથાયોગ્ય શૈયભાવોનો પ્રકાશ કરે છે.
અહીં વિશિષ્ટ સંજ્ઞી જીવોને અંગે જ ભગવંતનું પ્રદીપપણું-પ્રકાશપણું ઘટે છે. કેમકે સમવસરણમાં સર્વેને પ્રતિબોધ થતો નથી. દીવો અંધને પ્રકાશ કરી શકતો નથી તેમાં તેનું અંધત્વ કારણ છે, તેમ ભગવંત પણ અન્ય જીવોને પ્રકાશ કરી શકે નહીં તેમાં તેનું ઘનમિથ્યાત્વરૂપ અંધત્વ કારણભૂત જ છે. * ૧ તોપો રા - લોકમાં પ્રદ્યોત કરનારાઓને.
- લોકમાં પ્રદ્યોત કરનાર તે લોક-પ્રદ્યોતકર. ‘લોક' શબ્દથી અહીં વિશિષ્ટ ચૌદપૂર્વધરો સમજવાના છે. તેમના હૃદયમાં રહેલા જીવાદિતત્ત્વ વિષયક સૂક્ષ્મતમ સંદેહોનું નિરાકરણ તથા વિશિષ્ટ બોધ અરિહંત પરમાત્મા દ્વારા થાય છે, તેથી અરિહંતો તેમને માટે પ્રદ્યોતકર બને છે. પૂર્વધરોમાં પણ તત્ત્વસંવેદનની વિશિષ્ટતાને લીધે તારતમ્ય હોય છે. તેથી અહીં જીવાદિ તત્ત્વોનું જેમાં યથાર્થ પ્રદ્યોતીકરણ થાય તેવા વિશિષ્ટ પૂર્વધરોનું જ સૂચન છે.
– લોકને સૂર્યની માફક પ્રદ્યોત કરનારાને. એવા લોક પ્રદ્યોતકર અરિહંતોને મારા નમસ્કાર થાઓ. લોક શબ્દથી પૂર્વે કહ્યા મુજબ ચૌદપૂર્વી(ગણધરો) લેવા. કેમકે તેઓમાં જ નિશ્ચયથી સમકિત હોવાથી સૂર્યની જેમ ભગવંતો તેઓને તત્ત્વોનો પ્રકાશ કરે છે. અહીં પ્રકાશ કરવા યોગ્ય જીવાદિ સાત (કે નવ) તત્ત્વો સમજવા. આ તત્ત્વોને યથાર્થ રીતે તેઓ જ જાણી શકે કે જેઓમાં વિશિષ્ટ યોગ્યતા હોય. આ તત્ત્વોનો પ્રકાશ પણ સર્વ પૂર્વધરોમાં સરખો સંભવી શકતો નથી. કારણ કે
વૃદ્ધ પરંપરાથી સંભળાય છે કે – ચૌદ પૂર્વધરો પણ પરસ્પર છ સ્થાન વૃદ્ધિ-હાનિની તરતમતાવાળા હોય છે. આ છ સ્થાન (છ ઠાણ) તે – (૧) અનંત ભાગ વૃદ્ધિ, (૨) અસંખ્યાત ભાગ વૃદ્ધિ, (૩) સંખ્યાત ભાગ વૃદ્ધિ, (૪) સંખ્યાતગુણ વૃદ્ધિ, (૫) અસંખ્યાતગુણ વૃદ્ધિ, (૬) અનંત ગુણવૃદ્ધિ. એ રીતે છે