________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૪૩
અશ્વોનું રક્ષણ કરે છે, તે રીતે અરિહંત પરમાત્મા ચારિત્ર ધર્મોના અંગોનું જેવા કે સંયમ, આત્મ, પ્રવચન આદિનું ધર્મોપદેશ આદિ થકી રક્ષણ કરતા હોવાથી તેઓને ધર્મસારથી કહ્યા છે.
– અરિહંતદેવો ચારિત્ર ધર્મની સ્વ-પરમાં સમ્યગુ પ્રવૃત્તિ કરવા-કરાવવાથી, તેનું પાલન કરવા-કરાવવાથી અને ઇન્દ્રિયોરૂપ ઘોડાઓનું દમન કરનાર-કરાવનાર હોવાથી ધર્મરથના સાચા સારથી કહેવાય છે.
૦ લઘુ દૃષ્ટાંત :- કલ્પસૂત્ર પરની વ્યાખ્યામાં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજ અહીં મેઘકુમારનું દૃષ્ટાંત આપીને “ધર્મસારથી' વિશેષણ જણાવે છે–
મેઘકુમારે શ્રમણ ભગવંત મહાવીરની વાણી સાંભળી, વૈરાગ્ય ભાવ થયો અને પોતાના માતા-પિતા ધારિણી અને શ્રેણિક રાજા સાથે ઘણાં જ લાંબા અને તાત્ત્વિક સંવાદ પછી અનુમતિ પ્રાપ્ત કરી, દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાનો પહેલો દિવસ છે. રાત્રિના સંથારો કર્યો ત્યારે તેમનો સંથારો છેક જવા-આવવાના માર્ગ પાસે આવ્યો. સ્વાધ્યાય, માત્રુ આદિ ક્રિયા અર્થે જતા-આવતા સાધુના પગની ધૂળથી મેઘકુમાર મુનિનો સંથારો ભરાઈ ગયો. તેઓ ક્ષણવાર પણ નિદ્રા પામી ન શક્યા, તેમને આર્તધ્યાન શરૂ થયું. તેમણે વિચાર્યું કે સવારે ભગવંત પાસે જઈશ. ઘેર પાછા જવાની અનુમતિ માંગીશ.
સવારે જ્યારે તેઓ શ્રમણ ભગવંત મહાવીર પાસે પહોંચ્યા ત્યારે ભગવંતે મેઘમુનિને મધુર સ્વરે સંબોધીને કહ્યું, હે મેઘ ! તમે રાત્રિના દુર્ગાન કરેલું છે શું તમને પાછા ઘેર જવાનો વિચાર આવેલો ? મેઘમુનિએ તેમને હા કહી. ત્યારે ભગવંતે મેઘકુમારના બે પૂર્વ ભવો કહ્યા. જેમાં તે હાથીરૂપે જન્મેલા હતા. પછી હાથીના ભાવમાં મેઘકુમારે એક સસલા પ્રત્યેની કરુણાથી અઢી દિવસ સુધી એક પગ ઊંચો રાખી મૂકેલ તે વાત યાદ કરાવી. મેઘમુનિએ પણ જાતિસ્મરણ જ્ઞાનથી તે વાત જાણી. પછી ભગવંતના શાતાદાયી વચનો સાંભળીને પુનઃ ધર્મમાર્ગમાં સ્થિર થયા.
આ રીતે અરિહંતો ઉન્માર્ગે જતાં ધર્મરથને ફરી માર્ગે ચડાવે છે અને ધર્મમાં સ્થિર કરે છે, માટે તેમને ધર્મસારથી કહ્યા છે.
• ઘમ વર વાત વવદ્દીર્ણ – ચાર ગતિનો અંત કરનાર ઉત્તમ ધર્મરૂપ ચક્રને ધારણ કરનારાઓને.
– જેમ ચક્રવર્તી રાજા પોતાના ચક્રરત્ન વડે ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ મહાપર્વત એ ચાર પ્રકારે અંત પામતી પૃથ્વીને જીતી લે છે. તે રીતે અરિહંત પરમાત્મા ધર્મરૂપી ચક્ર વડે નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એ ચાર ગતિનો નાશ કરીને (અંત કરીને) અનુત્તર એવી પાંચમી ગતિ આપે છે. તેથી ધર્મચક્રને શ્રેષ્ઠ ચક્ર કહ્યું છે. કેમકે આ ચક્રથી અવિનાશી, અનુપમ સુખના અક્ષય ભંડાર સમાન સિદ્ધિગતિની પ્રાપ્તિ થાય છે.
અથવા છ ખંડની સાધના કરનારા રાજ્ય ચક્રવર્તીઓ કરતાં ચાર ગતિનો