________________
નમુત્થણં-સૂત્ર-વિવેચન
૩૯
ધર્મરૂપી કલ્પવૃક્ષના અવંધ્યબીજરૂપી આ શ્રદ્ધા અરિહંત દ્વારા જ થાય છે. માટે શ્રદ્ધારૂપ ચક્ષુને દેનારા એવા (વરવુદયા) અરિહંતોને નમસ્કાર થાઓ કહ્યું.
• માયા – માર્ગ દેખાડનારાઓને, માર્ગના દાતાને.
– માર્ગ દેનારને “માર્ગદ' કહેવાય છે. અહીં માર્ગ શબ્દથી વિશિષ્ટ ગુણ સ્થાનકની પ્રાપ્તિ કરાવનારો કર્મનો સ્વાભાવિક ક્ષયોપશમ સમજવાનો છે. જેની પ્રાપ્તિ તીર્થંકર પરમાત્મા દ્વારા જ થાય છે, માટે તેને મહિય કહ્યા.
– વૃત્તિકાર મહર્ષિ કહે છે કે, “માર્ગ' અર્થાત્ સમ્યગુ દર્શનજ્ઞાન ચારિત્રાત્મક પરમપદ રૂપ પથ દેનાર છે માટે અરિહંતોને “વિય' કહ્યા છે.
- યોગશાસ્ત્રમાં મહયાઇi નો અર્થ કર્યો – “મોક્ષમાર્ગ દેનારને.” અહીં માર્ગ એટલે - સર્પના દરની જેમ સીધો, વિશિષ્ટ ગુણસ્થાનકને પ્રાપ્ત કરાવનાર અને
સ્વરસવાહી' (આત્મસ્વરૂપનો અનુભવ કરાવનાર) એવો કર્મનો ક્ષયોપશમ વિશેષ. (ક્ષયોપશમ અર્થાત્ ઉદયમાં આવેલા કર્મોનો ક્ષય અને સત્તામાં રહેલા કર્મોનો ઉપશમ). આવી અવક્ર અર્થાત્ સરળ મોક્ષ સાધનાને અનુકૂળ ચિત્તની પ્રવૃત્તિને માર્ગ કહ્યો છે.
- બીજા મતે જે ચિત્ત પ્રવૃત્તિ “મોક્ષમાં હેતુ હોય, જે “સ્વરૂપે મોક્ષસાધક' હોય. જેનું પરિણામ કે ફળ પણ “મોક્ષ' હોય એ રીતે હેતુથી, સ્વરૂપથી અને ફળથી જે શુદ્ધ હોય, તેવી ચિત્ત પ્રવૃત્તિને “સુખા' કહે છે અને તે “માર્ગ છે. તેના અભાવે યથાયોગ્ય ગુણસ્થાનની પ્રાપ્તિ થતી નથી. કારણ કે માર્ગની વિષમતાથી ચિત્તની સ્કૂલના થાય, તેથી ગુણોની પ્રાપ્તિમાં વિઘ્નો આવે. આ માર્ગ ભગવંત થકી જ પ્રાપ્ત થાય. તેથી ‘મા ’ એવા અરિહંતને નમસ્કાર થાઓ-તેમ કહ્યું.
– ચૈત્યવંદન મહાભાષ્ય ગાથા-૩૦૦માં કહ્યું, “શ્રી જિનેશ્વરે સમ્યગદર્શનથી મોક્ષમાર્ગ જોયો, જ્ઞાન વડે પ્રાપ્ત કર્યો તથા ચારિત્રથી તેઓ મોક્ષમાર્ગે ચાલ્યા. બીજાઓને પણ (અરિહંતો) એમ કરાવનાર હોવાથી તેઓ માર્ગદાતા છે.
(આ પદના વર્ણન માટે લલિતવિસ્તરા ટીકામાં ઘણું જ વિસ્તારથી અને તર્કબદ્ધ વર્ણન છે. જે ખાસ જોવાલાયક છે.)
• સરગવા – શરણ દેનારાઓને, આશ્રય આપનારાઓને.
– શરણ એટલે પીડિતને રક્ષણ આપવું. તે આપનારને “શરણદ' કહે છે. અતિ પ્રબળ રાગાદિ દોષો વડે જેઓ સતત પીડાનો અનુભવ કરી રહ્યા છે, તેવા પ્રાણીઓને તત્ત્વચિંતન એ સાચું આશ્વાસન છે, સાચું શરણ છે. કેમકે તેના વડે જ શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઉહાપોહ અને તત્ત્વ અભિનિવેશ આદિ બુદ્ધિના ગુણો પ્રાપ્ત થાય છે. આ ગુણો તત્ત્વ ચિંતનરૂપ અધ્યવસાય વિના યથાર્થ રીતે પ્રગટી શકતા નથી. પરંતુ માત્ર આભાસરૂપે જ વ્યક્ત થાય છે, જે સાચું આત્મહિત સાધવા માટે અસમર્થ છે.
- તત્ત્વ ચિંતનરૂપ સાચું શરણ જેને અન્ય લોકો ‘વિવિદિષા' કહે છે. તે અરિહંત પરમાત્મા દ્વારા જ પ્રાપ્ત થાય છે, તેથી તેઓ “શરણદય' કહેવાય છે.