________________
૪૦
પ્રતિક્રમણ સૂત્ર વિવેચન-૨
એવા સરપલિ અરિહંતને નમસ્કાર થાઓ - કહ્યું.
– વૃત્તિકાર મહર્ષિ કહે છે – શરણ એટલે ત્રાણ. અજ્ઞાનરૂપી ઉપદ્રવથી ઉપયત થયેલા જીવોનું રસાસ્થાન એ પરમાર્થથી નિર્વાણ છે અરિહંતો તે આપનારા હોવાથી તેને શરણદય કહે છે.
– યોગશાસ્ત્ર ગ્રંથ અનુસાર – ભયથી પીડિતની રક્ષા કરવી, તે શરણ કહેવાય છે. આ સંસારરૂપ ભયંકર અટવીમાં અતિક્લિષ્ટ રાગદ્વેષાદિથી પીડાતા જીવોને દુઃખોની પરંપરાથી થતા ચિત્તના સંક્લેશ રૂપ મુંઝવણમાં આત્માને તત્ત્વ ચિંતનના અધ્યવસાયો જ સુંદર આશ્વાસન આપનાર હોવાથી તે શરણરૂપ છે.
(આ પદનો વિસ્તાર ‘લલિત વિસ્તરા ટીકામાં ખાસ જોવા યોગ્ય છે.)
(રવિયા પછી સમવાયાંગ, કલ્પસૂત્ર આદિમાં નીવદયા પદ આવે છે, જો કે પ્રચલિત સૂત્રમાં આ પદનો ઉલ્લેખ નથી.)
૦ વોદિયા – બોધિ દાતાને, બોધિ આપનારાઓને.
– જિનપ્રણીત ધર્મની પ્રાપ્તિને “બોધિ' કહે છે. તેનો પ્રચલીત પર્યાય સમ્યગ્દર્શન છે. (જો કે ઠાણાંગ સૂત્ર-૧૬૪માં બોધિના ત્રણ ભેદ કહ્યા છે - દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ) રાગ-દ્વેષની નિબિડ ગાંઠનો અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા છેદ થવાથી બોધિની પ્રાપ્તિ થાય છે. આ સમ્યગદર્શનના પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકય એ પાંચ લક્ષણો છે. સમ્યગ્દર્શનને બીજાઓ ‘વિજ્ઞપ્તિ' કહે છે. તે અરિહંત પરમાત્મા થકી પ્રાપ્ત થતું હોવાથી અરિહંતોને “બોધિદ' કા.
– બોધિ એટલે જિનેશ્વર કથિત ધર્મની પ્રાપ્તિ. આ બોધિ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ અધ્યવસાયજન્ય સામર્થ્યને ફોરવવાના યોગે પૂર્વે નહીં ભેદાએલ રાગ-દ્વેષની ગ્રંથિનો ભેદ થવાથી પ્રગટ થનારું અને પશ્ચાનુપૂર્વી ક્રમે પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય લક્ષણો જેમાં પ્રગટેલા છે, તે તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ સમ્યગુર્શન સમજવું.
– “બોધિ' શબ્દની વ્યાખ્યા ‘અરિહંત ચેઈયાણં' સૂત્રમાં પણ જોવી.
- બોધિનો અર્થ સમ્યગૂ દર્શન કર્યો. સખ્યમ્ દર્શનની વ્યાખ્યા કરતા તત્ત્વાર્થ સૂત્રકારે લક્ષણ બાંધ્યું કે, “તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગદર્શન.” આ તત્ત્વાર્થની શ્રદ્ધાના બે અર્થો છે. (૧) તત્ત્વભૂત પદાર્થની શ્રદ્ધા અને (૨) તત્ત્વથી અર્થ શ્રદ્ધા. તેમાં (૧) તત્ત્વભૂત” શબ્દ એટલે મૂક્યો કે, ઇત્તર દર્શનો પણ જીવ, અજીવ, સંસાર, મોક્ષ આદિ પદાર્થોને માને છે, પણ તેઓ તેને એકાંત અમુક સ્વરૂપવાળા જ માનતા હોવાથી તે સમ્યગ્દર્શન નથી. પરંતુ સર્વજ્ઞ ભગવંતે સંગત સર્વ સ્વરૂપવાળા કહેલા એવા જીવ, અજીવ આદિ તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા એ જ સમ્યગુ દર્શન છે. (૨) “તત્ત્વથી અર્થ શ્રદ્ધા કહ્યું તેનો અર્થ એ કે સર્વજ્ઞ ભગવંતે પદાર્થોને ઓળખાવ્યા. પણ તેની શ્રદ્ધા તત્ત્વથી કરવી જોઈએ. માત્ર પૌદ્ગલિક ઇચ્છા, કીર્તિ-પ્રતિષ્ઠા કે માન્યતા ખાતર નહીં પણ તે જ નિઃશંક સત્ય છે જે