________________
વૈજ્ઞાનિકોએ વનસ્પતિમાં જીવ હોવાની શોધ કરી. શ્રી આચારાંગમાં ભગવાને આગળ વધીને પૃથ્વી, પાક્ષી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં પણ જીવ છે, વનસ્પતિ અને પ્રાણીને પણ સંવેદના છે, એમ કહ્યું છે. ફોરટ નામના મેગેઝીનમાં “Mountain are Grows' નામના લેખનું પ્રકાશન થયેલું જેમાં પર્વતોની માત્ર બાહ્ય વૃદ્ધિ નહીં પણ આંતરિક વૃદ્ધિની વાત પ્રગટ થયેલી છે. એ વાત સ્વાભાવિક છે કે જ્યાં જીવ હોય ત્યાં જ આવી આંતરિક વૃત્તિ સંભવીઢબે
શકે.
આચારાંગમાં શ્રી ભગવાન કહે છે કે ભોગમાં સુખનો અનુભવ થાય છે. તેના કરતાં વિશેષ યોગમાં પરમ આનંદની અનુભૂતિ થાય છે.
જગતના ભિન્ન ભિન્ન દાર્શનિકોના વિચારોનો કમ્પેરેટિવ સ્ટડીતફાવત અને સરખામણી દ્વા૨ા તેની અપૂર્ણતા પ્રત્યે અંગુલિનિર્દેશ કરી સાધુના આચારો અને વૈરાગ્યનાં દુઃખોના વર્ણન દ્વારા જીવને વૈરાગ્યભાવ તરફ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર પ્રેરે છે.
શ્રી સુયાગડંગ, (શ્રી સૂત્રનાંગ) સૂત્રમાં જૈન દર્શનની શ્રેષ્ઠતાનું ન્યાયયુક્ત વર્ણન કર્યું છે. જગતના અન્ય દર્શનો જૈન દર્શનથી કઈ રીતે અલગ પડે છે તેના કારણો અને વિશિષ્ટતાઓ આ સૂત્રમાં મળે છે.
ભગવાન મહાવીરે કહેલું કે તાર્કિકપર્ણ ગંગાસ્નાનથી મોક્ષ મળતો હોય તો ગંગામાં રહેલી બધી જ માછલીઓને મોક્ષ મળી જાય. કહેવાનું તાત્પર્ય એ છે કે સ્નાન એ બાહ્મશુદ્ધિનું કારણ માત્ર છે. આત્મશુદ્ધિની પ્રક્રિયા નથી. દેહશુદ્ધિનીનું મહત્ત્વ ગૌણ છે. મોક્ષ માર્ગમાં આત્મશુદ્ધિનું જ મહત્ત્વ છે.
વિવેકબુદ્ધિનું બંધારણ વ્યવસ્થિત રાખવા માટે જગતના ભિન્ન ભિન્ન પદાર્થોનું વર્ગીકરણ શ્રી ઠાાંગ સૂત્રમાં કરવામાં આવ્યું છે. આત્મસુધારણા માટે દસ સંજ્ઞાઓને દસ રાષ્ટ્રધર્મ દ્વારા કઈ રીતે સંસ્કારિત કરી શકાય તેનું સુંદર નિરૂપણ આ સૂત્રમાં કરવામાં આવેલ છે. વરસાદ ન આવતો હોય તો કેમ લાવવો અને કઈ નદીમાં કેટલું પાણી રહેશે તેની ભવિષ્યની વાત આ સૂત્રમાં છે. આ સૂત્રમાં ભગવાને ૧૦ નક્ષત્રમાં જ્ઞાનની વૃદ્ધિની વાત દર્શાવી છે.
૧. મૃગિશર ૨. આદ્રા ૩. પુષ્ય ૪. પુર્વાષાઢા ૫. પૂર્વ ભદ્રપદા ૬. પૂર્વાફાલ્ગુની ૭. મૂળ ૮. અશ્લેષા ૯. હસ્ત ૧૦. ચિત્રા આ દસ નક્ષત્રોમાં વિદ્યાપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ ક૨વા કહેલું.
નક્ષત્રોમાંથી જે કિરો નીક્યું છે તે આપણા બ્રેઈનને અસર કરે છે. આ નક્ષત્રોના સમયમાં ખુલ્લામાં ટેરેસ ૫૨ વિદ્યાપ્રાપ્તિનો પ્રયોગ કરવાનો હોય છે.
પૂર્વે તોવનમાં, ઋષિકુળમાં ગુરુજી વૃક્ષ નીચે કે ખુલ્લામાં વિદ્યાદાન દેતા હતા.
ઘરતીકંપના કારણો આ સૂત્રમાં બતાવ્યા છે. જગતના પદાર્થોનું સમ્યક્ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન શ્રી સમવાયાંગ સૂત્રમાં આપ્યું છે, જે અનેક પ્રકા૨ના વિષયોના સમન્વયનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ રજૂ કરે છે. વિરોધી વિધાનો સમન્વય કઈ રીતે કરવો તે આ સૂત્રના અભ્યાસથી
જાણી શકાશે.
એકતાળીશ વિભાગમાં દસ હજાર ઉદ્દેશકો અને પંદર હજાર પ્રબુદ્ધ સંપા
૪
સાતસો બાવન સ્લોકસહ દ્વાદશાંગીની સૌથી મોટું મહાસાગર સમાન ગંભીર અને ગૂઢાર્થવાળું આગમ એટલે શ્રી ભગવતી સૂત્ર. શ્રી ગૌતમસ્વામી અને અન્ય સાધર્કાએ ભગવાનને પૂછેલા ૩૬૦૦૦ પ્રશ્નોના સુંદર સમાધાનના આગમમાંથી એકાદ ભાવ પણ જો આચરણમાં મૂકીએ તો માનવજીવન સાર્થક બની જાય.
સાધુ જીવનની ચર્યા સાથે અણુ પરમાણુનું વર્ણન વૈજ્ઞાનિક પરમ વૈજ્ઞાનિક પ્રભુ મહાવીરે કરેલ છે.
કોઈના પણ શરીરમાં ક્યારેક દેવી કે દેવ પ્રવેશ ન કરી શકે પણ દેવ-દેવી વ્યક્તિને વશ કરી શકે તેનું વર્ણન છે.
હવામાન અને ચોમાસાના વર્તારાની વાત કરી છે. ૬ મહિનાથી વાદળા વધુ ન રહી શકે, ૬ મહિનામાં વિસરાળ થઈ જાય.
ઘોડો દોડે ત્યારે એક પ્રકારનો અવાજ ક્યાંથી આવે છે? ઘોડાના હ્રદય અને કાળજા (લીવ૨) વચ્ચે કર્કર નામનો વાયુ ઉત્પન્ન થાય છે. ઘોડો દોડે ત્યારે તે વાયુ બહાર નીકળતા આ અવાજ થાય છે. આ દર્શાવે છે કે ભગવાનને પ્રાણીઓના શરીરની રચનાનું સૂક્ષ્મ શાન હતું.
બધા તીર્થંકરોના સાધુ રંગીન વસ્ત્રો પહેરતા પણ ભગવાને શ્વેત વસ્ત્રો પહેરવા આદેશ કર્યો. ગરમી અને તાપમાં રંગીન વસ્ત્રોમાં વધુ ગરમી લાગે શ્વેતમાં ઓછી, આ રીતે પ્રભુએ ગ્લોબલ વાંર્મિંગની આગાહી કરી કે ભવિષ્યમાં વૈશ્વિક તાપમાન વધશે. ધર્મકથાનુયોગમાં શ્રી જ્ઞાતાધર્મકથા નામના આ આગમમાં મહાપુરુર્ષોના જીવનની સત્યઘટનાઓ અને ઔપદેશિક કથાઓનો વિપુલ સંગ્રહ છે. દ્રવ્યાનુયોગ કથાનુયોગ પર સવારી કરીને આવે તો દર્શનના રહસ્યો સરળતાથી સમજાઈ શકે. આ ધર્મકથાનું શ્રવણ બાળજીવોને ધર્મપ્રીતિ પ્રેરનારું બની રહે, ધર્મ માર્ગમાં સ્થિર કરનારું બની રહે તેવું છે.
પોઝીટીવ થીંકીંગ કઈ રીતે રાખવું-સમુદાય વચ્ચેના જીવનમાં સમુદાય ધર્મ કઈ રીતે નિભાવવી તેમજ વડીૌના સ્થાન અને સન્માનની વાત આ સૂત્રીમાં કહી છે.
વાસ્તુશાસ્ત્ર, નગ૨૨ચના, જીવનવ્યવસ્થા અને જીવનશૈલીમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન જાણવાની ઇચ્છાવાળાઓ એ જ્ઞાતાધર્મ કથા સૂત્ર વાંચવું જોઈએ.
શ્રી ઉપાસકદશાંગ સૂત્ર વીરપ્રભુના શાસનના દશ મહાશ્રાવકોના દેશવિરતિના ઉત્કૃષ્ઠ આચારનું વર્ણન આપણને પ્રેરણાના પીયુષ પાય છે.
શ્રાવકોની જીવનશૈલી, તેમની વ્યાપારની પદ્ધતિ કેવા પ્રકારની હતી, રોકાણની પદ્ધતિ, ક્ષેત્ર, સાધનો અને ન્યાય સંપન્ન વૈભવ અને શ્રાવકોની આવકનો વ્યય અને સયનું વર્ણન આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરના શ્રાવકો પાસે ગાયોના વિશાળ ગોકૂળ હતા. જે ઘરમાં ગાય છે ત્યાં આસુરી સંપત્તિનું આગમન થતું નથી, તે આ સૂત્ર દ્વારા ફલિત થાય છે.
પરિવારમાં પત્ની, માતા અને પુત્રોનું સ્થાન અને વાનપ્રસ્થ આશ્રમનું વર્ણન પણ આ સૂત્રમાં છે.
ભગવાન મહાવીરે પોતાના શ્રાવકો જે સંસારમાં રહીને પકા ઉત્કૃષ્ટ આત્મકલ્યાણ કરે છે તેવા શ્રાવકોનું પોતાના શ્રીમુખેથી વર્ણન કરી શ્રાવકોને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું છે તે ઉપાસક દશાંગ સૂત્રથી પ્રગટ થાય છે.