________________
ર
પ્રબુદ્ધ
જોતાં હું તને લગ્ન કરવાનું કયારેય કહીશ નહિ. તારા માટે સિદ્ધવચની મહાત્માએ કરેલી આગાહી હું જાણું છું. તું સાધુ થશે એ વાત સાચી છે, પરંતુ તું ઘરમાં રહીને સાધુપણુ પાળી શકે છે. એમ કરશે તો મને પણ સહારો રહેશે. તારે જો સાધુ થવું હોય મારા ગયા બાદ તું થજે. ’ બુટાસિંહે ક્યું, ‘માતાજી | ઘરમાં મારું જરા પણ મન લાગતું નથી. જીવનનો ભરોસો નથી. વળી પંજાબના ઇતિહાસમાં તો કેટલીય માતાઓએ ધર્મને ખાતર પોતાના સંતાનને અર્પણ કરી દીધાં હોય એવા દાખલા છે. માટે મને ઘર છોડીને જવાની આજ્ઞા આપો.
એ વખતે માતાજીએ ક્યું, “ બેટા, તું જો ઘર છોડીને જવા માટે મકકમ હોય તો મારી તને એટલી જ સલાહ છે કે આ એક ઘરસંસાર છોડીને બીજા પ્રકારનો ઘરસંસાર તું વસાવતો નહિ. તું સાચો ત્યાગી સંન્યાસી બને એ મને વધુ ગમશે. માટે ભલે વાર લાગે, પણ તું કોઇ સાચા ત્યાગી—વૈરાગી—વિદ્વાન સાધુની શોધ કરીને પછી એમની પાસે સંન્યાસ લેજે. તને જયાં જયાં જવાનું મન થાય ત્યાં ત્યાં તેવા સંન્યાસીઓ પાસે જઇને રહેજે અને તારું મન ન ઠરે તો ઘરે પાછો આવતો રહેજે. આ ઘર તારું જ છે. અને તારે માટે હંમેશાં ખુલ્લું જ છે. તું જે મહાત્મા પાસે સંન્યાસ લેવાનું નકકી કરે એની પહેલાં મને વાત કરજે અને પછી સંન્યાસ લેજે. '
માતાની આજ્ઞા મળતાં બુટાસિંહે સદગુરુની શોધ શરૂ કરી. જયાં કંઇથી માહિતી મળતી તો તે સાધુ મહાત્માને મળવા માટે તેઓ દોડી જતા અને એમની સાથે થોડા દિવસ રહેતા. એ રીતે તેઓ કોઇ કોઇ વખત શીખધર્મગુર સાથે રહ્યા, કોઈ વખત ફકીરો સાથે રહ્યા, કોઇ નાથ સંપ્રદાયના બાવાઓ સાથે રહ્યા, કોઇ વખત ધૂણી ધખાવનાર અને ચરસગાંજો પીનાર ખાખી બાવાઓ સાથે રહ્યા, પરંતુ તેમને ક્યાંય પૂરો સંતોષ થતો નહિ. સંન્યાસીઓની સાથે રહેવાથી તે તે સંન્યાસીઓના સ્વભાવની વિચિત્રતાઓ કે મર્યાદાઓનો અને તેમના જીવનમાં ધન, મિલકત, કીર્તિ, નારી કે એવા કોઇ માટે રહેલી વાસનાઓનો પરિચય થતો. તેઓ ઘરે આવીને પોતાની માતાને દરેકના અનુભવની વાત કરતા, માતા તેમને આશ્વાસન આપતાં કહેતી કે ‘બેટા, ભલે મોડું થાય, ભલે જવા આવવાનો ખર્ચ વધુ થાય, પણ તું ફિકર કરતો નહિ. આ ઘર તારું જ છે. માટે સદગુરુની શોધમાં ઉતાવળે નિર્ણય લેતો નહિ.
આ રીતે બુટાસિંહે પંજાબમાં ઠેઠ કાંગડા અને કુલુ-મનાલી સુધી અને બીજી બાજુ જમ્મુ અને કાશ્મીર સુધી સાત--આઠ વર્ષ સુધી ઘણી રખડપટ્ટી કરી, કેટલાય સંન્યાસી, ફકીર, લિંગિયા, નાથ, જોગી વગેરેનો સંપર્ક કર્યો, પરંતુ ક્યાંય એમનું મન ઠરતું નહિ. ધણા ખરા તો ગાંજો, ચરસ, અફીણ, ભાંગ વગેરેના વ્યસની હતા. કેટલાક તો ધન દોલત અને પરિવારવાળા હતા. એમનું અંગત જીવન જોઈને એમની પાસે સંન્યાસ લેવાનું મન થતું નહિ. એમ કરતાં બુટાસિંહની ઉંમર ચોવીસ વર્ષની થવા આવી.
એક દિવસ કોઇકની પાસે બુટાસિંહે સાંભળ્યું કે મોઢે વસ્રની પટ્ટી બાંધનાર જૈન સાધુઓમાં નાગરમલજી નામના એક સાધુ મહાત્મા ઘણી ઊંચી કોટિના છે, બુટાસિંહે એમનો સંપર્ક સાધ્યો. સ્થાનકમાર્ગી એ જૈન સાધુ બાવીસ ટોળાવાળા તરીકે ઓળખાતા હતા. ત્યારે સાધુઓના સમુદાય માટે ‘ટોળા' કે 'ટોળી' શબ્દ વપરાતો અને સાધુ માટે ઋષિ કે રીખ શબ્દ વપરાતો. પંજાબમાં ત્યારે સ્થાનક્વાસી સાધુઓના મુખ્ય બે સમુદાય હતા. બીસ તોલા અને બાઇસ તોલા. ઋષિ મલુકચંદજીના ટોળાંના ઋષિ નાગરમલજીના પરિચયમાં આવતાંની સાથે એમના સરળ, નિર્દભ, ત્યાગી, સંયમી જીવનથી બુટાસિંહ પ્રભાવિત થયા. વળી તેમનું પ્રવચન સાંભળતાં પણ બાસિંહને ખાતરી થઇ કે આ સાધુ મહાત્મા વિદ્વાન છે, ત્યાગી છે, સંયમી છે. અને સિદ્ધાંતોના જાણકાર છે. યુવાન, તેજસ્વી બુટાસિંહની સંયમની રુચિ અને શાસ્રજ્ઞાનની સાચી જિજ્ઞાસાનો ઋષિ નાગરમલજીને પણ પરિચય થયો. ઘરે આવીને પોતાની માતાને મુનિ નારગમલજીની વાત કરી. એ સાંભળીને માતાજીએ એમને નાગરમલજી પાસે દીક્ષા લેવાની અનુમતિ આપી.
ઋષિ નાગરમલજી તે સમયે પંજાબમાં વિચરતા અને મોટો સમુદાય ધરાવતા સ્થાનકમાર્ગી મહાત્મા ઋષિ મલકચંદજી મહારાજની ટોળીના સાધુ હતા. વિહાર કરતાં કરતાં તેઓ દિલ્હી પહોંચ્યા હતા. એમની પાસે દીક્ષા લેવા બુટાસિંહ દિલ્હી ગયા. દિલ્હીમાં ગુરુ મહારાજ નાગરમલજીએ એમને વિ. સં. ૧૮૮૮ માં ૨૫ વર્ષની ઉંમરે દીક્ષા આપી. એમનું નામ ઋષિ બુટેરાયજી
2
જીવન
મહારાજ રાખવામાં આવ્યું.
બુટેરાયજી મહારાજે પોતાના ગુરુ મહારાજ નાગરમલજી સાથે દિલ્હીમાં ચાતુર્માસ કર્યું. ચાતુર્માસ દરમિયાન નાગરમલજીએ આચારાંગ સૂત્ર અને સૂયગડાંગ સૂત્ર ઉપર વ્યાખ્યાનો આપતા હતા. એ વ્યાખ્યાનો બુટેશયજી ધ્યાનપૂર્વક સાંભળતા હતા. વળી એ સૂત્રોની પોથીઓ લઇને ગુરુ મહારાજ પાસે બેસીને તેઓ વ્યવસ્થિત અધ્યયન કરવા લાગ્યા હતા. બીજા ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અને અર્ધમાગધી ભાષા પણ એમણે શીખી લીધી હતી. વળી, પોતાની મેળે આગમગ્રંથો વાંચવાની સજજતા તેઓ પ્રાપ્ત કરતા જતા હતા. એમની તીવ્ર સમજશક્તિ, વધુ અધ્યયન માટેની લગની, અઘરા વિષયોની ગ્રહણશક્તિ, અસાધારણ સ્મરણશક્તિ વગેરે જોઇને ગુરુ મહારાજને પણ બહુ હર્ષ થતો.
તા. ૧૬-૨-૯૧
આગમગ્રંથો વિશે ગુરુ મહારાજ પાસેથી સાંભળતાં સાંભળતાં બુટેરાયજી મહારાજને જૈન સાધુઓના આચાર તથા સિદ્ધાંતો વિશે કેટલાક પ્રશ્નો થતા, પરંતુ ગુરુ મહારાજ પાસેથી તેનું સમાધાન મળતું નહિ. અલબત્ત, ગુરુ મહારાજ નાગરમલજી એટલા બધા ઉદાર હતા કે પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજીને જ્યાં જવું હોય ત્યાં જવાની રજા આપતાં.
એ દિવસોનાં રાજસ્થાન અને પંજાબમાં સ્થાનકમાર્ગી અને તેરાપંથી સાધુઓ વચ્ચે વારંવાર વિવાદ થતો. દિલ્હીમાં એ વખતે તેરાપંથી સાધુ જિતમલજી હતા. બટેરાયજીને તેમની પાસે જવાની જિજ્ઞાસા થઈ. ગુરુ મહારાજની આજ્ઞા લઈને તેઓ તેમને મળવા ગયા. તેમની સામાચારી જોઇને તેઓ પ્રભાવિત થયા. અને પાછા આવીને પોતાના ગુરુ મહારાજને તે વિશે વાત કરી. નાગરમલજી ઉદાર મનના હતા, છતાં બુટેરાયજી તેરાપંથી સાધુઓના વધુ સંસર્ગમાં આવે એ વાત એમની ગમી નહિ.
બુટેરાયજી યુવાન સત્યશોધક સાધુ હતા. તેઓ તેરાપંથી સાધુઓ પાસે જવા ઇચ્છતા હતા. એમની પાકી મરજી જોઇ સરળ પ્રકૃતિના ઋષિ નાગરમલજીએ છેવટે આજ્ઞા આપી. બુટેરાયજી તેરાપંથીના સાધુ પાસે ફરીથી ગયા. ત્યારપછી મુનિ જિતમલજી દિલ્હીથી વિહાર કરીને જોધપુર ચાતુર્માસ કરવાના હતા. બુટેરાયજીએ જોધપુર જવાની આજ્ઞા માંગી. ગુરુ મહારાજને ગમ્યું નહિ, તેમ છતાં તેમણે જોધપુર જવા માટે આજ્ઞા આપી. બુટેરાયજીએ વિહાર કરી જોધપુર પહોંચી મુનિ જિતમલજી સાથે ચાતુર્માસ કર્યું. ચાતુર્માસમાં સતત સાથે રહેવાને કારણે તથા વિચાર વિનિમયને કારણે ત્યાં પણ તેમને કેટલાક પ્રશ્નો થયા, જેનું સમાધાન મુનિ જિતમલજી કરી શક્યા નહિ, બુટેરાયજી મહારાજને કેટલીક અપેક્ષાએ સ્થાનક્વાસી સાધુઓ કરતાં તેરાપંથી સાધુઓ ચડિયાતા લાગ્યા અને કેટલીક અપેક્ષાએ તેરાપંથી સાધુઓ કરતાં સ્થાનકવાસી સાધુઓ ચડિયાતા લાગ્યા. આથી એમનું મન ડામાડોળ રહેવા લાગ્યું તેઓ પોતાના સ્થાનક્વાસી ગુરુ નાગરમલજી સાથે રહેવાનું નક્કી કરીને જોધપુરથી વિહાર કરીને પાછા દિલ્હી આવી પહોંચ્યા. દિલ્હીમાં એમણે ગુરુ મહારાજ સાથે બે ચાતુર્માસ કર્યાં.
વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે ઋષિ નાગરમલજીએ દિલ્હીમાં જ સ્થિરવાસ કર્યો હતો. બુટેરાયજી એમની પાસે પાછા આવ્યા હતા. પરંતુ ગુરુ મહારાજનો પહેલાં જેટલો ઉલ્લાસભર્યો ભાવ હવે જણાયો નહિ. તો પણ બટેરાયજી દંભ-કપટ વિના સરળતાથી ગુરુ મહારાજ સાથે રહીને તેમની વૈયાવચ્ચ કરવા લાગ્યા. બુટેરાયજીએ ગુરુ મહારાજને વિનંતી કરી કે તેઓ પોતાને વધુ શાસ્રાભ્યાસ કરાવે. પરંતુ ગુરુ મહારાજ હવે મન મૂકીને શાસ્ત્રાભ્યાસ કરાવતા હોય એવું બુટેરાયજીને લાગતું નહિ.
કેટલાક સમય પછી ગુરુ મહારાજ વધુ બીમાર પડયા. બુટેરાયજીએ દિવસ રાત જોયા વગર અથાગ પરિશ્રમપૂર્વક એમની સેવા ચાકરી કરી, તેમનાં હલ્લો—માત્રુ પણ તેઓ જરાપણ કચવાટ વગર, બલકે હોંશથી સાફ કરતા અને આસપાસ કયાંય જવું હોય તો બુટેરાયજી તેમને ઊંચકીને પોતાના ખભા ઉપર બેસાડીને લઇ જતા. રોજ ઉજાગરા થતા તો પણ તેઓ ગુરુ મહારાજની પાસે ખંતથી ઉત્સાહથી અને ગુરુ સેવાના ભાવથી બેસી રહેતા અને તેમની સતત સંભાળ રાખતા અને રાત્રે જયારે જયારે સમય મળે ત્યારે પોતે ગોખેલાં સૂત્રો, થોકડા, બોલ વગેરે બોલીને યાદ કરી લેતા. બુટારાયજીની વૈયાવચ્ચ નાગરમલજી મહારાજના હૃદયને સ્પર્શી ગઇ. તેમના હૃદયનું પરિવર્તન થયું. અંતિમ સમયે એમણે કહ્યું, બુટા, તેં મારી બહુ સેવા ( અનુસંધાન પૃષ્ઠ - ૧૦ )