________________
@
Regd. No. MH. BY / South 54 Licence No. : 37 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
વર્ષ : ૨૦. અંક - ૨૭ તા. ૧૯-૨-૧૯૯૧
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાતિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
તંત્રી : રમણલાલ ચી. શાહ
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પંજાબમાં મોટી ક્રાંતિ કરનાર જાટ જાતિના જૈન સાધુ શ્રી બુટેરાયજી
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાત, રાજસ્થાન અને પંજાબમાં જૈન ત્યાગી સંયમી સાધુઓની સંખ્યા અલ્પ થઇ ગઇ હતી. જૈન યતિઓનો પ્રભાવ–પ્રચાર ઘણો વધી ગયો હતો. તે વખતે જન્મે જૈન ન હોય એવા પંજાબના મહાત્માઓએ ગુજરાતમાં આવી, સંવેગી દીક્ષા ધારણ કરી સનાતન શુદ્ધ જૈન ધર્મનો ડંકો વગાડયો. તેમાં અગ્રેસર હતા પૂજય શ્રી બુટેરાયજી મહારાજ. ત્યાગ વૈરાગ્યની સાચી ભાવના, શાસ્ર જ્ઞાનની તીવ્ર ભૂખ, સામાજિક નીડરતા, સાચું આત્માર્થીપણું, તેજસ્વી અને પ્રતાપી મુખમુદ્રા ધરાવનાર શ્રી બુટેરાયજી મહારાજનો એ જમાનામાં જૈન ધર્મના પુનરુત્થાનમાં અનન્ય ફાળો રહ્યો છે.
શ્રી બુટેરાયજી મહારાજનો જન્મ પંજાબમાં લુધિયાના પાસે દુલુઆ નામના ગામમાં વિ.સં. ૧૮૬૩ માં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ ટેકસિંહ હતું. તેઓ જાટ જાતિના હતા. તેઓ જમીનદાર હતા અને ગામના મુખી હતા. તેમનું ગોત્ર ગિલ હતું. ટેકસિંહનાં પત્નીનું નામ કર્યું હતું. તેઓ પંજાબમાં પતિયાલા રાજ્યનાં જોધપુર નામના ગામનાં વતની હતાં.
ટેકસિંહ અને કર્મોનું દામ્પત્યજીવન સુખી હતું, પરંતુ તેમને એક વાતનું મોટું દુ:ખ હતું. તેમને સંતાન થતાં, પણ જીવતાં રહેતાં નહિ. જન્મ પછી બાળક પંદર–વીસ દિવસે ગુજરી જતું. આથી તેઓ ઘણાં નિરાશ થઇ ગયાં
હતાં.
એક દિવસ ગામમાં કોઇ સંન્યાસી મહારાજ પધાર્યા હતા. તેઓ સિદ્ધ વચની તરીકે ઓળખાતા હતા. ટેકસિંહ અને કર્મો તેમની પાસે ગયાં અને પોતાનાં દુ:ખની વાત કરી. તે વખતે એ સંન્યાસી મહારાજે તેમને આશીર્વાદ આપીને આગાહી કરતાં કહ્યું કે - તમારે હવે એક સંતાન થશે. તે પુત્ર હશે. તમારો એ પુત્ર જીવશે, પરંતુ તે સાધુ-સંન્યાસી થઇ જશે. એને સાધુ-સંન્યાસી થતાં તમે અટકાવતો નહિ.”
૭ વાર્ષિક લવાજમ રૂા. ૩૦
સાધુ મહારાજના આર્શીવાદથી ટેકસિંહ અને કર્મોને બહુ આનંદ થયો. તેમણે કહ્યું, * ગુરુ મહારાજ ! અમારો દીકરો જો જીવતો રહે તો પછી ભલેને એ સાધુ-સંન્યાસી થાય. એથી અમને તો આનંદ જ થશે. જોઇને અમારું મન ઠરશે, અમારું જીવ્યું લેખે લાગશે. અમે વચન આપીએ છીએ કે એને સંન્યાસી થતાં અમે અટકાવીશું નહિ. *
ત્યાર પછી સં. ૧૮૬૩ માં તેમના ઘેર બાળકનો જન્મ થયો. બાળક અત્યંત તેજસ્વી હતું. પતિ પત્ની બાળકને લાડકોડથી ઉછેરવા લાગ્યાં. પંદર-પચીસ દિવસ થવા છતાં બાળકને કશું થયું નહિ, એથી તેમનો ડર નીકળી ગયો. તેમનો ઉત્સાહ વધી ગયો. સાધુ મહાત્માનું વચન જાણે સાચુ પડતું હોય તેવું લાગ્યું. એમ કરતાં બાળક મોટું થવા લાગ્યું.
બાળકનું નામ *ટલસિંહ” રાખવું એવી ભલામણ સાધુ મહાત્માએ કરી હતી. પંજાબી ભાષામાં 'ટલ' એટલે વાજિંગ. સાધુ મહાત્માએ કહ્યું હતું કે આ બાળક જયારે મોટા સાધુ સંન્યાસી થશે ત્યારે તેઓ જ્યાં હો
મહારાજ
ત્યાં તેમની આગળ બેન્ડવાજા વાગતાં હશે. માટે બાળકનું નામ ટલસિંહ રાખશો: એટલે માતાપિતાએ બાળકનું નામ ટલસિંહ રાખ્યું. પરંતુ લોકો માટે. આવું નામ તદ્દન નવીન અને અપરિચિત હતું. પંજાબના લોકોમાંથી લશ્કરમાં–દલમાં જોડનારા ઘણા હોય છે એટલે બાળકનું નામ ટલસિંહને બદલે દલસિંહ પ્રચલિત બની ગયું. જો કે આ નામ પણ વધુ સમય ચાલુ રહ્યું નહિ, કારણ કે માતાપિતા એક ગામ છોડીને બીજે ગામ રહેવા ગયાં. ત્યાં શેરીનાં છોકરાઓએ ટલસિંહનું નામ બુટાસિંહ કરી નાખ્યું.
બુટાસિંહ જ્યારે આઠેક વર્ષના થયા ત્યારે એમના પિતાનું અવસાન થયું હતું. હવે કુટુંબમાં માત્ર માતા અને પુત્ર બે જ રહ્યાં હતાં. માતા પોતે જ્યારે ગુરુદ્વારામાં જતી ત્યારે તે સાથે નાના બાળક બુટાસિંહને લઈ જતી. નિયમિત ગુરુદ્વારામાં જવાને કારણે માતાની સાથે બુટાસિંહ પણ ધર્મ પ્રવચન કરનાર ગ્રંથિ સાહેબ જે ધર્મોપદેશ આપતા તે સાંભળતા હતા. વળી બપોરે બુટાસિંહ ગુરુદ્વારામાં જતા. ત્યાં છોકરાઓને શીખોની ગુરુમુખી ભાષાલિપિ શીખવવામાં આવતી. આમ કરતાં કરતાં બુટાસિંહને ગુરુમુખી ભાષા લખતાં વાંચતાં આવડી ગઇ. શીખધર્મના ગ્રંથો જેવા કે ગ્રંથ સાહેબ,” એને‘મુખમણી,” ‘જપુજી” વગેરે વાંચવાની તક પણ તેમને સાંપડી. વળી ગુરુદ્વારામાં પધારનાર સંતોનો પરિચય પણ થવા લાગ્યો. આમ રોજ નિયમિત ગુરુવાણીના શ્રવણ દ્વારા વધતા જતા ધર્મભ્યાસથી બુટાસિંહને ધર્મ પ્રત્યે રુચિ વધવા લાગી.
લોકો બાળકના નામ માટે આજે જેટલા સભાન છે તેટલા ત્યારે નહોતા. સરકારી દફતર વગેરેમાં અધિકૃત નામ-નોંધણીના પ્રશ્નો ત્યારે તેટલા મહત્ત્વના નહોતા. એટલે ટલસિંહને પછીથી તો માતાપિતા પણ ‘બુટા' (બુટાસિંહ) કહીને બોલાવતા.
બુટાસિંહને પોતાને બાળપણથી જ ખાવાપીવા વગેરેમાં કે બીજી આનંદ પ્રમોદની વાતોમાં બહુ રસ પડતો નહોતો. એમને સાધુ-સંન્યાસીઓની સોબતમાં અને ત્યાગ વૈરાગ્યની વાતોમાં વધુ રસ પડતો હતો.
દલુઆ નાનુ સરખું ગામ હતું. ત્યાં પ્રાથમિક શાળા પણ નહોતી એટલે બુટાસિંહને શાળામાં અભ્યાસ કરવાની કોઇ તક મળી નહોતી. ગામમાં શીખધર્મનું મંદિર-ગુરુદ્વારા હતું. બુટાસિંહનાં માતાપિતા શીખધર્મ પાળતાં હતાં અને
ગુરુદ્વારામાં જતાં.
સોળેક વર્ષની ઉંમર થઇ હશે ત્યારે એક દિવસ બુટાસિંહે પોતાની માતાને કહ્યું, મા ! મારે લગ્ન કરીને ઘર સંસાર માંડવો નથી. મારે સાધુ થવું છે. • એ સાંભળતાં જ માતાને સિદ્ધવચની બાબાએ કરેલી આગાહી સાચી પડતી લાગી. બુટાસિંહે જયારે સંન્યાસ લેવા માટે માતાની આજ્ઞા માંગી ત્યારે માતાએ એમને સમજાવતાં ક્યું, “બેટા, મારા જીવનનો તું જ એક માત્ર આધાર છે. તારા પિતાનો સ્વર્ગવાસ થયો છે. તારે બીજાં કોઇ ભાઇ–બહેન નથી. એટલે તું ઘરની અંદર પણ સંન્યાસી તરીકે રહી શકે છે. તારો સ્વભાવ