Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૩૪
શ્રી પૂજા સંગ્રહ સાથે કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે. ૭. તપગચ્છ-ઇસર સિંહસૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા; ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રી શુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય, જિન જન્મ મહોત્સવ ગાયા. ૮. ઉત્કૃષ્ટા એકસો ને સિત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાલે અનંતા, તીર્થકર જગદીશ;
પોતાના દેવલોકમાં જાય છે. દીક્ષા કલ્યાણક અને કેવલજ્ઞાન કલ્યાણકની અભિલાષાપૂર્વક હંમેશાં જિનેશ્વરના ગુણ ગાય છે ૭.
તપગચ્છમાં મહાનું આચાર્ય શ્રી સિંહસૂરીશ્વરના મોટા શિષ્ય શ્રી સત્યવિજયજી પંન્યાસ થયા, તેમના શિષ્ય ગંભીર આશયવાળા કપૂરવિજયજી થયા, તેમના શિષ્ય ખીમાવિજયજી, તેમના શિષ્ય જશવિજય અને તેમના શિષ્ય શુભવિજયજી થયા. તેમના શિષ્ય પંડિત શ્રી વીરવિજયજી મહારાજ કહે છે, કે- મેં આ શ્રી જિનેશ્વરનો જન્મ-મહોત્સવ ગાયો. ૮.
ઉત્કૃષ્ટ કાળે એકી સાથે ૧૭૦ તીર્થંકરો વિચરતા હોય છે (અજિતનાથસ્વામીના વારે વિચરતા હતા), વર્તમાન કાળે વીશ તીર્થકરો (મહાવિદેહમાં) વિચરી રહ્યા છે. ભૂતકાળમાં અનંત તીર્થકરો થઈ ગયા, ભવિષ્યકાળમાં અનંત તીર્થકરો થશે. સામાન્યપણે આ કળશ જે ગાય છે તે અને કર્તા શ્રી વીરવિજયજી મહારાજ આનંદમંગળયુક્ત ઘણું સુખ પામે છે. અને દરેક ઘરે હર્ષનાં વધામણાં થાય છે. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org