Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
શ્રી નવાણુંપ્રકારી પૂજા
કાવ્ય તથા મંત્ર
ગિરિવર વિમલાચલનામકે, ૠષભમુખ્યજિનાંઘ્રિપવિત્રિતમ્; હૃદિ નિવેશ્ય જલૈર્જિનપૂજન, વિમલમાપ્ય કરોમિ નિજાત્મકમ્. ૧.
ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં યજામહે સ્વાહા.
દશમી પૂજા
દુહો
કદંબ ગણધર ક્રોડશું, વળી સંપ્રતિ જિનરાજ; થાવચ્ચા તસ ગણધરુ, સહસશું સિધ્યા કાજ. ૧.
ઢાળ
એમ કેઇ સિદ્ધિ વર્યા મુનિરાયા,
નામથી નિર્મળ કાયા રે; એ તીરથ તારું.
જાલી મયાલી ને ઉવયાલી,
સિધ્યા અનશન પાળી રે. એ૦ ૧
Jain Education International
૧૨૩
દુહાનો અર્થ- ગઇ ચોવીશીના બીજા નિર્વાણી પ્રભુના કદંબ નામના ગણધર અહીં એક ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા છે. અને સંપ્રતિ નામના ૨૪મા તીર્થંકરના થાવચ્ચા નામના ગણધર એક હજાર મુનિ સાથે અહીં સિદ્ધિપદ પામ્યા છે. ૧.
ઢાળનો અર્થ- એમ અનેક મુનિઓ અહીં મોક્ષે ગયા છે, જેના નામ લેવાથી પણ કાયા નિર્મળ થાય છે, આ તીર્થ તારનાર છે. જાલી, મયાલ અને ઉવયાલી નામે ત્રણ યાદવકુમારો અનશન કરી અહીં મોક્ષે ગય
For Private & Personal Use Only
www.jainelibrary.org