Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૭૯ કાવ્ય અને મંત્ર અગરુમુખ્યમનોહરવસ્તુના સ્વનિરુપાધિગુણૌઘવિધાયિના; પ્રભુશરીરસુગંધસુહેતુના, રચય ધૂપનપૂજનમહંતઃ. ૧. નિજગુણાક્ષયરૂપસુધૂપન, સ્વગુણઘાતમલપ્રવિકર્ષણમ્; વિશદબોધનંતસુખાત્મક, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાર્ય શ્રીમતે વિરજિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
પાંચમી દીપક પૂજા
દુહા જ્ઞાનાવરણી તિમિરને, હરવા દીપકમાળ; જ્યોતિ સે જ્યોતિ મિલાઇએ, જ્ઞાન વિશેષ વિશાળ. ૧.
કાવ્યનો અર્થ આત્માના નિરુપાધિ ગુણસમૂહને પ્રગટ કરનાર અને પ્રભુના શરીરને સુગંધી કરવાના કારણરૂપ અગરુ વગેરે મનોહર વસ્તુવડે અરિહંતની પરમાત્માની પૂજા કરો. ૧.
આત્મગુણના અક્ષયરૂપને સુવાસિત કરનાર, આત્મગુણનો ઘાત કરનાર એવા મળ (કર્મ) ને દૂર કરનાર, નિર્મળ બોધવાળા અને અનંતસુખસ્વરૂપ એવા સહજ સિદ્ધના તેજને હું પૂછું છું. '
મંત્રનો અર્થ- પ્રથમ પૂજા પ્રમાણે કરવો. ફકત એટલું ફેરવવું કે અમે ધૂપથી પૂજા કરીએ છીએ.
દુહાનો અર્થ જ્ઞાનાવરણકર્મરૂપ અધંકારને દૂર કરવા માટે પ્રભુજીની પાસે દીપકમાળ કરવી તે જ્યોતિને બીજી જ્યોતિ સાથે મેળવી દેવી કે જેથી વિશેષ વિશાળ જ્ઞાન પ્રાપ્ત થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org