Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 304
________________ મીસ્તાલીશ આગમની પૂજા (૧૦) વાજાં વાગી રે વાજાં વાગીઆં; વાજાં વાગ્યાં દેરાસર દરબાર, મોહન વાજાં વાગીઆં. ૧. સૌ સંઘને હરખ ન માય, મોહન વાજાં વાગીઆં. ૨ મારે હૈયે ને હરખ ન માય, મોહન વાજાં વાગીઆં. ૩ (૧૧) આતો લાખેણી આંગી કહેવાય, શોભે જિનવરજી, શુદ્ધ કેસર કસ્તુરી મહેંકાય, શોભે જિનવરજી, પુષ્પપાંખો પ્રસરેલી તે સુંદર સોહાય, શોભે જિનવરજી. આ તો૦ ૧ નિર્મલ નિર્મલ રહે, ભક્તિ વહે; ભાવ અંતરના દર્શનથી દેખીને અંતરપટ મૂર્તિ જાણે જ્યોતિમાં જ્યોતિ મિલાય, શોભે જિનવરજી. આ તો૦ ૨ જ્ઞાન ઉપજે છે ભક્તિની ઓથે રહી, જ્યોતિ પ્રગટે છે. આત્માની શક્તિ ગ્રહી; ચંદુ વિનંતિ ધ્યાને લેવાય, શોભે જિનવરજી. આ તો૦ ૩ (૧૨) આજ મારે ઘેર, થાય લીલા લહેર; મહાવીર પધારે મારે આંગણેજી. આજ ૦ ૩૦૩ મેં તો કુમકુમના સાથીયા કાઢિયા, મેં તો ઘર ગોખે દીવડા માંડીયા, મહાવીર પ્રભુને ઓવારણેજી. આજ ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308