Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 293
________________ ૨૯૨ શ્રી પૂજા સંગ્રહ સાથે કુમતબોધવિરોધ નિવેદકૈ- ર્વિહિત જાતિજરામરણાંતકે ; નિરશનૈઃ પ્રચુરાત્મગુણાલય, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૨. ૐ હ શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. આઠમી ફળપૂજા દુહો જ્ઞાનાચારે વરતતાં, જ્ઞાન લહે નરનાર; જિન આગમને પૂજતાં, ફળથી ફળ નિરધાર. ૧. ઢાળ હો સાહિબજી!પરમાતમ પૂજાનું ફળ મુને આપો, હો સાહિબજી ! લાખેણી પૂજા રે શું ફળ નાપો. : દુહાનો અર્થ – જ્ઞાનાચારમાં વર્તતા સ્ત્રી-પુરુષો જ્ઞાન મેળવે છે. શ્રી જિનને અને આગમને ફળવડે પૂજા કરવાથી અવશ્ય સ્વર્ગમોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. ૧. ઢાળનો અર્થ - હે સાહેબ ! મને પરમાત્માની પૂજાનું ફળ આપો, હે સાહેબ! મેં લાખેણી પૂજા કરી છે, તો તેનું ફળ કેમ આપતા નથી ? હે પ્રભુ ! હું ઉત્તમોત્તમ ફળ લાવું, અરિહંત એવા આપની પાસે મૂકું, આગમમાં કહેલી વિધિ પ્રમાણે આપની પૂજા રચાવું અને આપની આગળ ઉભો રહી ભાવના ભાવું. ૧. શ્રી જિનેશ્વર, તેમની પ્રતિમા અને આગમ એ ત્રણેની એકરૂપે સેવા કરવાથી સંસારરૂપ કૂવામાં પડવું પડતું નથી. તેની આરાધનાનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308