Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૯૪
શ્રી પૂજા સંગ્રહ સાથે સિદ્ધાંત લખાવીને પૂજે, તેથી કર્મ સકળ દૂરે ધ્રુજે; લહે કેવળ ચરણધર્મ પામી, શુભવીર મળે જો વિશરામી.
હો સાહિબજી ! ૫.
દુહો કેવળનાણ લહી કરી, પામી અંતર ઝાણ; શૈલેશીકરણે કરી, પામે અવિચળ ઠાણ. ૧.
ગીત નિત નિત સિદ્ધ ભજો ભવિ ભાવે,
રૂપાતીત જે સહજસ્વભાવે. નિત નિત) જ્ઞાન ને દર્શન દોય વિલાસી,
સાકાર ઉપયોગે શિવ જાવે. નિત નિત) ૧. કર્મ વિયોગી અયોગી કરે,
ચરમ સમય એક સમય સિધાવે; નિતo
દુહાનો અર્થ - જીવ કેવળજ્ઞાન પામી, સ્થાનાંતરદશાને મેળવી શૈલેશીકરણ કરીને અવિચળ સ્થાન-મોક્ષસ્થાન પામે. ૧.
ગીતનો અર્થ - હે ભવ્યજીવો ! તમે ભાવપૂર્વક હંમેશાં સિદ્ધ ભગવંતોને ભજો કે જેઓ રૂપાતીતપણાને પામ્યા છે અને સહજસ્વભાવી થયા છે. તેઓ કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે ઉપયોગમાં વિલાસ કરનાર છે અને સાકાર ઉપયોગ (જ્ઞાનોપયોગ) વર્તતા મોક્ષને પામેલા છે. ૧.
અયોગી ગુણસ્થાનના છેલ્લા સમયે સર્વ કર્મનો વિયોગ કરી તે જ સમયે સિદ્ધિસ્થાને આત્મા પહોંચી જાય છે, એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org