Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 294
________________ પીસ્તાલીશ આગમની પૂજા ૨૯૩ “ ઉત્તમ ઉત્તમ હું ફળ લાવું, અરિહાની આગળ મૂકાવું; આગમવિધિ પૂજા વિરચાવું, ઉભો રહીને ભાવના ભાવું. હો સાહિબજી૦ ૧. જિનવર જિનઆગમ એકરૂપે, સેવંતા ન પડો ભવ; આરાધન ફળ એહનાં કહીએ, આ ભવમાંહે સુખીયા થઇએ. ન હો સાહિબજી ! ૨. પરભવ સુરલોકે તે જાવે, ઇંદ્રાદિક અપછર સુખ પાવે; તિહાં પણ જિનપૂજા વિરચાવે, ઉત્તમકુળમાં જઇ ઉપજાવે. હો સાહિબજી !૦ ૩. તિહાં રાજઋદ્ધિ પરિકર રંગે, આગમ સુણતાં સદ્ગુરુ સંગે; આગમશું રાગ વળી ધરતા, જિનઆગમની પૂજા કરતા. હો સાહિબજી ! ૪. જય સરલોકે તે જા, ઉત્તમકુળમાં જ 10 ૩. ફળ હવે કહે છે. આગમની આરાધના કરવાથી આ ભવમાં સુખી થઈએ. પરભવમાં-આગામી ભવમાં જીવ દેવલોક જાય અને ત્યાં ઇંદ્રાદિકપણે પામીને અપ્સરાઓ સાથે સુખ પામે. ત્યાં પણ શ્રી જિનેશ્વરની પૂજાઓ કરી-કરાવીને મનુષ્યલોકમાં ઉત્તમકુળમાં ઉપજે છે. ૨-૩ ત્યાં રાજઋદ્ધિને સારો પરિવાર પામે. સદ્ગુરુ પાસે આગમ સાંભળે, તેમજ આગમ ઉપર પ્રેમ ધારણ કરી શ્રી જિન અને જિનાગમની પૂજા કરે. સિદ્ધાંત-શાસ્ત્રો લખાવી તેની પૂજા કરે, જેથી તેના જ્ઞાનાવરણીય વિગેરે કર્મો ધ્રુજે. અનુક્રમે ચારિત્રધર્મનો સ્વીકાર કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, આ બધું જો વિસામાના સ્થાનરૂપ શ્રી શુભવીર પરમાત્મા મળે તો પ્રાપ્ત થાય ૪-૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308