Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 297
________________ ૨૯૬ શ્રી પૂજા સંગ્રહ સાથે પરમાતમ રમણીનો ભોગી, યોગીશ્વર પણ જેહને ધ્યાવે; નિત) ફળપૂજાથી એ ફળ પાવે, શ્રી શુભવીર વચન રસ ગાવે. નિત) ૫. - કાવ્ય તથા મંત્ર શિવતરોઃ ફલદાનપરેર્ન-વૈરફિલ કિલ પૂજય તીર્થપ; રિદશનાથનતક્રમપંકજં, નિહતમોહમહીધરમંડલમૂ. ૧. શમરસૈકસ ધારસમાધુરૈરનું ભવાખ્ય ફલે ભયપ્રદે; અહિત દુઃખહર વિભવપ્રદે, સકલસિદ્ધમતું પરિપૂજયે. ૨. - ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા. તે જીવો પરમાત્મરૂપરમણીને ભોગવનારા હોય છે. યોગીશ્વરો પણ જેઓનું ધ્યાન કરે છે. ફળપૂજા કરવાથી એ મોક્ષરૂપ ફળ પ્રાપ્ત થાય છે. શ્રી શુભવીરવિજયજી મહારાજ વચનરૂપ રસવડે તેમની સ્તુતિ કરે છે. કાવ્યનો અર્થ - દેવેંદ્રોએ જેમના ચરણકમળને નમસ્કાર કર્યા છે, જેમણે મોહરૂપી પર્વતોનો સમૂહ ભેદી નાખ્યો છે, એવા તીર્થપતિને મોક્ષરૂપી ફળ આપવામાં તત્પર એવાં નવાં શ્રેષ્ઠ ફળો વડે તું પૂજ. ૧. અહિતકારી દુ:ખોને હરણ કરનાર, વૈભવને આપનાર એવા સમગ્ર સિદ્ધોના તેજને હું સમતારૂપી અદ્વિતીય અમૃતરસ વડે મધુર એવાં અને અભયને આપનારાં એવાં અનુભવરૂપ ફલો વડે પૂજું છું. મંત્રનો અર્થ - પ્રથમ પૂજાને અંતે આપેલ છે તે મુજબ જાણવો. ફક્ત એટલું ફેરવવું કે અમે ફલોવડે પૂજા કરીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308