Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૮૬
શ્રી પૂજા સંગ્રહ સાથે મિથ્યાત્વી દુર્નય સવિકારા, તગતગતા નહીં તારા. જિ૦ ૧. ત્રીજું ઓઘનિર્યુક્તિ વખાણ્યું, મુનિવરના આચારા; જિ. ચોથું આવશ્યક અનુસરતાં, કેવળી ચંદનબાળા. જિ૦ ૨. અલ્પાગમ તપ કલેશ તે જાણો, બોલે ઉપદેશમાળા; જિ. જ્ઞાનભક્તિ જિનપદ નિપજાવે, નામે જયંત ભૂપાળા. જિ૦ ૩. સાયરમાં મીઠી મહેરાવલ, શૃંગીમસ્ય આહારા; જિ0 શરણવિહીણા દીના મીના, ઓર તે સાયર ખારા. જિ૦ ૪.
છે–દેખાતાં નથી. ૧.
ત્રીજાં ઘનિર્યુક્તિ નામનું મૂળ સૂત્ર છે. જેમાં સંયમને ઉપયોગી નાના-મોટા અનેક પ્રકારના મુનિવરના આચારો બતાવ્યા છે. (આ સૂત્ર ચરમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદપૂર્વમાંથી સંકલિત કરેલ છે.) ચોથું આવશ્યક નામનું મૂળસૂત્ર છે. આમાં છ આવશ્યકો (સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદનક, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન)નું સ્વરૂપ આપવામાં આવે છે. તે આવશ્યકને (ચોથા પ્રતિક્રમણ આવશ્યકને) અનુસરવાથી ચંદનબાળા સાધ્વીજી કેવળજ્ઞાન પામ્યા છે. ૨
શ્રી ઉપદેશમાળામાં કહ્યું છે કે-અલ્પજ્ઞ મનુષ્ય જે તપ કરે તે કલેશરૂપ જાણો. જ્ઞાનની ભક્તિ કરવાથી શ્રી જયંત રાજાએ જિનપદતીર્થંકરપદને પ્રાપ્ત કર્યું છે. ૩
સમુદ્રમાં રહ્યાં છતાં પણ શૃંગીમસ્ય મીઠી મહેરાવળનું મીઠું પાણી પીએ છે. અને શરણ વગરના દીન એવા બીજા મલ્યો ખારું પાણી પીએ છે. (તેમ જ્ઞાની આત્માઓ સંસારમાં રહેવા છતાં જ્ઞાનના યોગે જ્ઞાનરસરૂપ મીઠા પાણીનો આસ્વાદ કરે છે અને અજ્ઞાની જીવો અજ્ઞાનના યોગે મિથ્યાત્વાદિથી દૂષિત ખારા પાણીનું પાન કરે છે.) ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org