Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પીસ્તાલીશ આગમની પૂજા
૨૮૭ પંચમકાળ ફણિ વિષજ્વાળા, મંત્રમણિ વિષહારા; જિ0 શ્રી શુભવીર જિનેશ્વર આગમ, જિનપડિમા જયકારા. જિ૦ ૫.
કાવ્ય તથા મંત્ર ક્ષિતિતલેક્ષતશર્મનિદાન, ગણિવરસ્ય પુરોક્ષતામંડલમ; ક્ષત વિનિર્મિતદેહનિવારણ, ભવપયોધિસમુદ્ધરણોદ્યતન્. ૧. સહજભાવસુનિર્મલતંડુલૈ-વિપુલદોષવિશોધકમંગલે; અનુપરાધબોધવિધાયક, સહજસિદ્ધમહં પરિપૂજયે. ૨.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય અક્ષત યજામહે સ્વાહા.
- આ પાંચમો આરો સર્પના મુખમાં રહેલી વિષની જ્વાળા સરખો છો. પરંતુ તેના વિષને દૂર કરનાર મણિ ને મંત્રોની જેમ જિનેશ્વર ભગવંતના આગમો છે. શ્રી શુભવીર પરમાત્માએ કહેલા આગમો અને જિનેશ્વરની પ્રતિમા જયવંતા વર્તે છે. અર્થાત્ આ પંચમકાળમાં શ્રી જિનમૂર્તિ અને જિનાગમ એ બે વસ્તુ આધારરૂપ છે. ૫
કાવ્યનો અર્થ - ગણિવર એટલે ગણધરોના ગુરુ શ્રી અરિહંત પરમાત્માની આગળ કરેલું અક્ષતોનું મંડલ પૃથ્વીતલને વિષે અક્ષયસુખનું કારણ છે. ક્ષત એટલે નાશવંત એવાં કર્મો વડે બનાવેલા દેહનો નાશ કરનારું છે અને સંસારસમુદ્રથી ઉદ્ધાર કરવામાં ઉદ્યમવંત છે. ૧.
અનુપરાધ એટલે અટકાયત વિનાના સર્બોધન કરનાર સહજ સિદ્ધના તેજને-જ્ઞાનતેજોમય એવા સિદ્ધ પરમાત્માને હું મોટા દોષને શુદ્ધ કરનાર, મંગળરૂપ અને સહજભાવરૂપ નિર્મળ અક્ષતો વડે પૂજું છું. ૨
મંત્રનો અર્થ - પ્રથમ પૂજાને અંતે આપેલ છે, તે મુજબ જાણવો ફક્ત એટલું ફેરવવું કે-અમે અક્ષત વડે પૂજા કરીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org