Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 283
________________ શ્રી પૂજા સંગ્રહ સાર્થ ગીત ધન ધન શ્રી અરિહંત ને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા; તે પ્રભુની પૂજા વિના રે, જનમ ગુમાવ્યો ફોક સલુણા. ૧ જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન સલુણા; જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા. ૨ જ્ઞાન વિના આડંબરી રે, પામે જગ અપમાન સલુણા; કપટક્રિયા જનરંજની રે, મૌનવૃત્તિ બગધ્યાન સલુણા. ૩ મત્સરી ખરમુખ ઉજળે રે, કરતા ઉગ્નવિહાર સલુણા; પાપશ્રમણ કરી દાખિયા રે, ઉત્તરાધ્યયન મોઝાર સલુણા. ૪ જ્ઞાન વિના મુક્તિ નહીં રે, કિરિયા જ્ઞાનીને પાસ સલુણા; શ્રી શુભવીરની વાણીએ રે, શિવકમળા ઘરવાસ સલુણા૦ ૫ ૨૮૨ ગીતનો અર્થ- જેમણે આ લોકનું સ્વરૂપ ઓળખાવ્યું છે તે શ્રી અરિહંત પરમાત્માને ધન્ય છે-ધન્ય છે. તે પરમાત્માની પૂજા-સેવા વિના મારો જન્મ મેં ફોગટ ગુમાવ્યો-પસાર કર્યો. ૧. અરિહંત પરમાત્માની જેમ જેમ સેવા પૂજા કરીએ છીએ તેમ તેમ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાની આત્માઓનું બહુમાન કરવાથી જ્ઞાનનું બહુમાન થાય છે. ૨ જ્ઞાન વિના જેઓ ફોગટ આડંબર કરે છે તે જગતમાં અપમાન પામે છે. જ્ઞાન વિનાના તેઓ લોકોને ખુશ કરવા જે ક્રિયા કરે છે તે પણ કપટક્રિયા છે અને તેવા જીવોની મૌનવૃત્તિ પણ બગલાના ધ્યાન જેવી છે. જે મુનિઓ અન્ય પ્રત્યે મત્સરી-ઇર્ષ્યાવાળા છે તે ખર-ગધેડા જેવા છે. છતાં ઉજળું મુખ રાખીને ઉગ્ર વિહાર પણ કરે છે, પરંતુ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં તેમને પાપશ્રમણ તરીકે ઓળખાવ્યા છે. ૪ જ્ઞાન વિના મુક્તિ થતી નથી અને ક્રિય તો જ્ઞાનીની પાસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308