Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૨
શ્રી પૂજા સંગ્રહ સાથે - શ્રી સ્નાત્ર કાવ્ય અને મંત્ર વિમલકેવલભાસનભાસ્કર, જગતિ જંતુમહોદયકારણમ્ જિનવર બહુમાનજલૌઘતા, શુચિમનાઃ સ્નપયામિ વિશુદ્ધયે. ૧. સ્નાત્ર કરતાં જગદ્ગુરુ શરીરે, સકળદેવે વિમળકળશનીરે; આપણાં કર્મમલ દૂર કીધાં, તેણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધા. ૨. હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ ભાવે; જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમતણા નાથ દેવાધિદેવો. ૩
- ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે સમ્યકતપસે જલાદિકં યજામહે સ્વાહા.
પાપનો નાશ કરનારા અને આગમમાં બતાવેલા એવા તપને કોઇ જાતની ઇચ્છા વગર દુઃખનો ક્ષય કરવા માટે તમે આદર. ૯.
(નવે પૂજા પૂરી થાય ત્યારબાદ લુણ ઉતારણ, આરતીમંગલદીવો કરી શાન્તિકલશ કરવો અને ત્યારબાદ ચૈત્યવંદન કરવું. આ વિધિ સ્નાત્રપૂજાના અંતે લખી છે.)
ઇતિ શ્રી યશોવિજય ઉપાધ્યાયકૃત શ્રી નવપદ પૂજા સાથે સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org