Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
૨ ૨૭ કાવ્ય તથા મંત્ર તીર્થોદકૅર્મિશ્રિતચંદનદૈ , સંસારતાપાહતયે સુશીલૈઃ; જરાજનીપ્રાંતરજોડભિશાંત્યે, તત્કર્મદાતાર્થમજ યજેલહમ્. ૧. સુરનદીજલપૂર્ણઘટે ઈનૈઃ, ઘુસૂણમિશ્રિતવારિભૂતઃ પરે; સ્નપય તીર્થકૃત ગુણવારિધિ, વિમલતાં ક્રિયતાં ચ નિજાત્મન. ૨. જનમનોમણિભાજનભારયા, સમરસૈકસુધારસધારયા; સકલબોધકલારમણીયકં, સહજસિદ્ધમતું પરિપૂજયે. ૩.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય વિનસ્થાનકોચ્છેદનાય જલે યજામહે સ્વાહા. છે. શ્રી શુભવીર પરમાત્મા જગતના આધારભૂત છે. મેં પણ તેમની આજ્ઞા મસ્તકે ધારણ કરી છે. ૯
કાવ્યનો અર્થ - સંસારના તાપને હણવા માટે ચંદનના સમૂહ વડે મિશ્રિત અત્યંત શીતળ એવા તીર્થજળ વડે જન્મ, જરા અને મરણરૂપી રજની (ધૂળની) શાંતિ માટે તેમજ તે કર્મના દાહ માટે અજ (જેને જન્મવું નથી એવા સિદ્ધ)ને હું નમું છું. ૧.
ગંગાનદીના પાણીથી ભરેલા કલશો દ્વારા ગુણના સમુદ્ર એવા તીર્થકરનો સ્નાનાભિષેક કરો. અને પોતાના આત્માની નિર્મળતા કરો. ૨.
લોકોના મનરૂપી મણિના પાત્રમાં ભરેલા એવા સમતા રસરૂપી અમૃતની ધારાવડે (અભિષેક કરીને) સકળ જ્ઞાનકળાથી મનોહર એવા સહજ સિદ્ધોના તેજને હું પૂછું છું. ૩.
મંત્રનો અર્થ -પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મરણને નિવારનાર એવા શ્રી વીર પરમાત્માની અંતરાયકર્મના બાંધવાનાં કારણોનો ઉચ્છેદ કરવા માટે અમે આ જળપૂજા કરીએ છીએ.
Jain Education International,
For Private & Personal Use Only
www.jainelibrary.org