Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨ પર
શ્રી પૂજા સંગ્રહ સાથે ઉજમણાથી તપ ફળ વાધે, એમ ભાખે જિનરાયો; જ્ઞાનગુરુ ઉપકરણ કરાવો, ગુરુગમવિધિ વિરચાયો રે. મ૦ ૪. આઠ દિવસ મળી ચોસઠ પૂજા, નવ નવ ભાવ બનાયો; નરભવ પામી લાહો લીજે, પુણ્ય શાસન પાયો રે: મ0 ૫. વિજય જિનેન્દ્રસૂરીશ્વરરાજ, તપગચ્છ કેરો રાયો; ખુશાલવિજય માનવિજયવિબુધના આગ્રહથી વિરચાયો રે. મ૦ ૬. વડઓશવાળ ગુમાનચંદ સુત, શાસનરાગ સવાયો; ગુરુભક્તિ શાભવાનચંદ નિત્ય, અનુમોદનફળ પાયો રે. ૧૦ ૭.
ઉજમણું કરવાથી તપનું ફળ વધે છે, એમ શ્રી જિનેશ્વર પ્રભુએ કહ્યું છે તે ઉજમણા માટે જ્ઞાન-દર્શન અને ગુરુના ચારિત્રના) ઉપકરણો કરાવો. ગુરુગમથી વિધિ જાણી ઉજમણું કરો. ૪
એ ઉદ્યાપનમાં આઠ દિવસ મળીને ૬૪ પૂજા ભણાવવી, તેમાં નવા નવા ભાવ ઉત્પન્ન કરવા. મનુષ્યભવ પામીને તેનો સાચો લાભ મેળવો. કારણ કે મહાપુણે પ્રભુના શાસનની પ્રાપ્તિ થઈ છે. ૫.
તપગચ્છના નાયક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજીના રાજ્યમાં પંડિત ખુશાલવિજયજી તથા પંડિત માનવિજયજી ઉપાધ્યાયના આગ્રહથી આ પૂજાની મેં રચના કરી છે. ૬
વડ ઓશવાળ જ્ઞાતિના ગુમાનચંદના પુત્ર ભવાનચંદ કે જેને શાસનનો સવાયો રાગ છે અને ગુરુભક્તિ ઘણી છે, તેમણે આ રચનાની અનુમોદનાનું ફળ મેળવ્યું છે. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org