Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પં. શ્રી વીરવિજયજી મહારાજ કૃત શ્રી પીસ્તાલીશ આગમની પૂજા
પ્રથમ જલપૂજા
દુહા શ્રી શંખેશ્વર પાસજી, સાહિબ સુગુણ ગરીટ્ટ; શુભ ગુરુ ચરણ પસાયથી, કૃતનિધિ નજરે દીઢ. ૧ શાસનનાયક વંદિયે, ત્રિશલામાત મલ્હાર; જસ મુખથી ત્રિપદી લહી, સૂત્ર રચે ગણધાર. ૨ સુધર્મા ગણધરતણી, રચના વરતે સોય; દ્વાદશ અંગથકી અધિક, સૂત્ર નહીં જગ કોય. ૩
દુહાનો અર્થ- શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંત કે જે પરમાત્મા ઉત્તમ ગુણો વડે મહાન છે તેઓના અને મારા ગુરુ શ્રી શુભવિજયજી મહારાજના ચરણના પ્રસાદથી (પિસ્તાલીશ આગમરૂપ) આ શ્રુતનો ભંડાર મેં નજરે જોયો. ૧.
- વર્તમાનશાસનના નાયક શ્રી ત્રિશલામાતાના પુત્ર શ્રી મહાવીર પરમાત્માને વંદન કરીએ કે જેઓશ્રીના શ્રીમુખેથી પફવા, વિરેફવા, ધુ વા એ ત્રિપદી લહીને શ્રી ગણધર ભગવંતો સૂત્રની રચના કરે છે.૨
- વર્તમાનશાસનમાં દ્વાદશાંગીની રચના શ્રી સુધર્મા ગણધરની વર્તે છે. આ દ્વાદશાંગીથી વધારે જગતમાં કોઈ સૂત્ર નથી. મતલબ કે બધાંય સૂત્રોનો સમાવેશ દ્વાદશાંગીમાં થઈ જાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org