Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૬૩
પીસ્તાલીશ આગમની પૂજા દશ પૂરવે નથી ચૂલિકા મ0, નંદીસૂત્ર વિચાર; મ0 દષ્ટિવાદ એ બારમું મ0, અંગ હતું સુખકાર. મ. ૩ બાર વરસ દુકાળિયે મ0, બારમું અંગે તે લીધ; મ0 સંપ્રતિ કાળે નવિ પડે મ0, એહવો કાળ પ્રસિદ્ધ. મ0 ૪ મંદમતિ પરમાદથી મ0, પૂર્વ ગયાં અવિલંબ; મ0 શ્રી શુભવીરને શાસને મ0, પૂજો આગમ જિનબિંબ. મ૦ ૫
કાવ્ય તથા મંત્ર તીર્થોદકૅર્મિશ્રિતચંદનૌશૈઃ, સંસારતાપાહતયે સુશીલૈ , જરાજનીપ્રાંતરજાભિશાંત્યે, તત્કર્મદાતાર્થમજ યજેહમ્. ૧. પર્વતના શિખરરૂપ) છે. પહેલા પૂર્વને ૪, બીજા પૂર્વને ૧૨, ત્રીજા પૂર્વને ૮ અને ચોથા પૂર્વને ૧૦ એમ કુલ ૩૪ ચૂલિકા છે. બાકીના દશ પૂર્વોને ચૂલિકા નથી. આ દૃષ્ટિવાદસૂત્ર સંબંધી વિચાર નંદીસૂત્રમાં આપેલ છે. આ બારમું દૃષ્ટિવાદઅંગ સુખકાર હતું. ૨-૩
બાર વર્ષનો દુકાળ પડ્યો તે સમયે બારમું અંગ દૃષ્ટિવાદ વિચ્છેદ પામ્યું તેવો બારવર્ષ દુકાળ હવે સાંપ્રતકાળે નહિ પડે એમ પ્રસિદ્ધિમાં આવ્યું છે. અર્થાત્ સાંભળવામાં આવ્યું છે. ૪
મંદબુદ્ધિ અને પ્રસાદના કારણે એ પૂર્વે વિચ્છેદ પામ્યાં. વર્તમાનકાળે તો શ્રી શુભવીર પરમાત્માના શાસનમાં આધારરૂપ શ્રી જિનાગમ અને જિનબિંબ છે, તેની પૂજા કરો. ૫
કાવ્યનો અર્થ- સંસારના તાપને હણવા માટે ચંદનના સમૂહોવડે મિશ્રિત અત્યંત શીતળ એવા તીર્થજળ વડે જન્મ, જરા અને મરણરૂપ રજની શાંતિ માટે તેમજ તે કર્મના દાહ મટે અજસિદ્ધને હું નમું છું. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org