Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૭૬
શ્રી પૂજા સંગ્રહ સાથે સાંભળતાં ભક્તપરિજ્ઞા રે, હો
પરિહરશું ચારે સંજ્ઞા રે. હો૦ ૩ સંથારાપયaો સીધો રે, હો
સુકોશલમુનિએ કીધો રે, હો૦ ભાખી તંદુલવિયાલી રે, હો
તમે ગર્ભની વેદના ટાળી રે. હોવ ૪ અમને પણ દુઃખ એ મોટું રે; હોવ
સન્મુખ ન જુઓ તે ખોટું રે; હોવ સમાધિમરણની પૂર્વ તૈયારીરૂપે કરવા લાયક સુંદર આરાધના અને તેના સાધનોનું વર્ણન છે.) ત્રીજો ભક્તપરિજ્ઞા નામે પડ્યો છે. તેમાં ચારે આહારના પચ્ચકખાણ કરવાની મર્યાદા બતાવી છે. તે સાંભળી આહાર-ભય-મૈથુન અને પરિગ્રહરૂપ ચારે સંજ્ઞાઓ તજી દેશું. ૩
ચોથો સંથારાપયો છે. તેમાં કહ્યા મુજબ સંથારો શ્રી સુકોશળમુનિએ કર્યો હતો. (આ પન્નામાં અંતસમય નજીક જાણી વિધિપૂર્વક ચાર આહારનો ત્યાગ કરી સંથારો કેવી રીતે કરવો તે સમજાવેલ છે.) પાંચમો તંદુલવિયાલિ (તંદુલવૈચારિક) પય છે. આમાં જીવની ગર્ભાવસ્થા વગેરેનું વર્ણન આવે છે. હે પ્રભુ ! આપે તો ગર્ભની વેદના ટાળી છે. કારણ કે હવે આપને ગર્ભમાં આવવાનું નથી. પણ અમને તો એ ગર્ભાવસ્થાનું મોટું દુ:ખ છે. તમે અમારી જેવા દુઃખીયાની સામે જોતા નથી એ ઠીક થતું નથી. તમે અમારી સામે કૃપાદૃષ્ટિથી જાવો. તમારા ઉપર પ્રેમ રાખનાર આ સેવકની ઉપેક્ષા કેમ કરો છો ? અર્થાત્ હવે ઉપેક્ષા ન કરો. ૪-૫
હે પ્રભુ ! મને આપની ભક્તિનો રંગ ચોળમજીઠ જેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org