Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અંતરાય કર્મ નિવારણ પૂજા
દ્રવ્ય ગુણ પરજાય ને મુદ્રા, ચઉં ગુણ ચૈત્ય ઉદારા; જિ૦ પંચ વિઘન ઘનપડલ પલાયા, દીપત કિરણ હજારા. જિ૦ ૨. કર્મ વિનાશી સિદ્ધસ્વરૂપી, ઇંગતીસ ગુણ ઉપચારા; જિ૦ વરણાદિક વીશ દૂર પલાયા, આગિઈ પંચ નિવારા. જિ૦ ૩. તીન વેદકા છેદ કરાયા, સંગ રહિત સંસારા; જિ અશરીરી ભવબીજ દહાયા, અંગ કહે આચારા. જિ૦ ૪. અરૂપી પણ રૂપારોપણસે, ઠવણા અનુયોગ દ્વારા; જિ વિષમકાળ જિનબિંબ જિનાગમ, ભવિયણકું આધારા. જિ૦ ૫.
આપની ચૈત્ય એટલે પ્રતિમા દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને મુદ્રાથી ચારે પ્રકારે ઉત્તમ ગુણવાળી છે. આપે પાંચે અંતરાય રૂપી ગાઢ પડળને દૂર કરેલ છે, તેથી આપ હજાર કિરણવાળા સૂર્યની જેમ દીપો છો. ૨
૨૪૫
આપ કર્મનો વિનાશ કરી સિદ્ધસ્વરૂપી થયા છો, તેથી આપનામાં ઉપચારથી આ પ્રમાણે એકત્રીસ ગુણો ઉત્પન્ન થયા કહેવાય ‹ છે. (તે ગુણો કયા ? તે કહે છે :-)
આપનામાંથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શના વીસ ભેદો દૂર થયા છે, આપે પાંચ આકૃતિ (વૃત, ત્રિકોણ, ચતુષ્કોણ, આયત-લાંબુ, પરિમંડળચારે તરફથી ગોળ એ પાંચ આકાર) નિવારી છે-દૂર કરી છે, ત્રણ વેદનો છેદ કર્યો છે, આપ સંસારના સંગ રહિત છો, આપ અશરીરી છો, આપે ભવરૂપી બીજ બાળી નાખ્યું છે. આ પ્રમાણે શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે. ૩-૪
વળી આપ અરૂપી છો પરંતુ તેમાં રૂપનું આરોપણ કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org