Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૩૦
શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રાવક દાનપુણે કરી રે, તુંગીયા અભંગ દુવાર; શ્રી શુભવીરે વખાણીયા રે, પંચમ અંગ મઝાર. કરપી) ૮.
કાવ્ય અને મંત્ર જિનપતેર્વરગંધ સુપૂજન, જનિજરામરણોદ્ભવભીતિહ; સકલરોગવિયોગવિપદ્ધર, કુરુ કરેણ સદા નિજપાવનમ્. ૧. સહકર્મકલકવિનાશનૈ-રમલભાવસુવાસનચંદનૈ , અનુપમાનગુણાવલીદાયક, સહજસિદ્ધમાં પરિપૂજયે. ૨.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય દાનાંતરાયનિવારણાય ચંદન યજામહે સ્વાહા. ધન વાપરી શકે છે. જેવી રીતે જયસૂર અને શુભમતિએ પ્રભુભક્તિ કરી લાયક ગુણ પ્રગટાવ્યો. ૭
દાનગુણે કરી તુંગીયા નગરીના શ્રાવકના દ્વારા યાચકો માટે હંમેશાં ખુલ્લાં રહેતાં હતાં. શ્રી શુભવીર પરમાત્માએ પાંચમા અંગ ભગવતીસૂત્રમાં તેનાં વખાણ કર્યા છે. ૮.
કાવ્યનો અર્થ - શ્રી જિનપતિનું કેસર-બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું, તે જન્મ-જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા ભયને હરણ કરનાર છે. સર્વરોગ, વિયોગ અને વિપત્તિને હરણ કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે. તેનું પૂજન હંમેશાં પોતાના હાથ વડે કરો.
અનાદિકાળના સહજ એવા કર્મોરૂપી કલંકનો નાશ કરનાર એવા અને નિર્મળ ભાવરૂપી સુગંધ વડે સુવાસિત એવા ચંદન વડે અનુપમ ગુણશ્રેણિને આપનાર સહજસિદ્ધના તેજને હું પૂજાં છું. ૨. મંત્રનો અર્થ : - પરમપુરુષ, પરમેશ્વર, જન્મ-જરા અને મૃત્યુનું નિવારણ કરનારા એવા શ્રી વીરજિનેન્દ્રની દાનાન્તરાયના નિવારણ માટે અમે ચંદનથી પૂજા કરીએ છીએ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org