Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
અંતરાય કર્મ નિવા૨ણ પૂજા
દાનતણા અંતરાયથી રે, દાનતણો પરિણામ; વિ પામે ઉપદેશથી રે, લોક ન લે તસ નામ. કરપી૦ ૩. કૃપણતા અતિ સાંભળી રે, નાવે ઘર અણગાર; વિશ્વાસી ઘર આવતાં રે, કલ્પે મુનિ આચાર. કરપી૦ ૪. કરપી લક્ષ્મીવંતને રે, મિત્ર સજ્જન રહે દૂર; અલ્પધની ગુણ દાનથી રે, વંછે લોક પંડુર. કરપી૦ ૫. કલ્પતરૂ કનકાચળે રે, નવિ કરતા ઉપગાર;
તેથી મરૂધર રૂડો કેરડો રે, પંથગ છાંય લગાર. કરપી૦ ૬. ચંદનપૂજા ધન વાવરે રે, ક્ષય ઉપશમ અંતરાય; જિમ જયસૂર ને શુભમતિ રે, ક્ષાયક ગુણ પ્રગટાય. કરપી૦ ૭.
પૂર્વે દાન દેતાં અંતરાય ક૨વાથી આ ભવમાં ગુરુના ઉપદેશથી પણ દાનનો પરિણામ આવતો નથી અને તેવા કૃપણનું લોકો પ્રભાતે નામ પણ લેતા નથી. ૩
૨૨૯
અત્યંત કૃપણતા સાંભળી ઘરે મુનિરાજ પણ આવતા નથી, કારણ કે વિશ્વાસુને ઘરે જ આવવું કલ્પે એવો મુનિરાજનો આચાર છે.૪ કૃપણ લક્ષ્મીવંત હોય તો પણ તેનાં મિત્રો અને સ્વજનો તેનાથી દૂર રહે છે. ઉદાર મનુષ્ય અલ્પ ધનવાળો હોય તો પણ તેના દાનગુણથી લોક તેની ઉજ્વળતાને ચાહે છે. પ
મેરુપર્વત ઉપર રહેલું એવું પણ કલ્પવૃક્ષ ઉપકાર કરી શકતું નથી. તે કરતાં મારવાડમાં રહેલ કેરડો સારો છે કે જે મુસાફર લોકોને કાંઇક છાયા આપે છે. ૬
અંતરાયકર્મનો ક્ષયોપશમ થવાથી જીવ પ્રભુની ચંદન-પૂજામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org