Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૯
બારવ્રતની પૂજા
ભરતરાયને રાજ ભળાવી, રામ રહ્યા વનવાસે; ખરદૂષણ નારી સવિકારી, દેખી ન પડ્યા પાસે.મેરે૦ ૩. દશ શિર રાવણ રણમાં રોળ્યો, સીતા સતીમાં મોટી; સર્વથકી જો બ્રહ્મવ્રત પાળે, નાવેદાન હેમ કોટી મેરે) વૈતરણીની વેદના માંહે, વ્રત ભાંગે તે પેસે; વિરતિને પ્રણામ કરીને, ઈદ્ર સભામાં બેસે. મેરે) ૪. મદિરા માંસથી વેદ પુરાણે, પાપ ઘણું પરદારા; વિષકન્યા રંડાપણ અંધા, વ્રતભંજક અવતારા. મેરે)
તે વખતે ખર વિદ્યાધરની સ્ત્રી શૂર્પનખાએ વિકારવશ બની રામ પાસે કામભોગની પ્રાર્થના કરી હતી તો પણ તેના પાશમાં ફસાયા ન હતા. ૩
દશ મસ્તકવાળો કહેવાતો રાવણ પરસ્ત્રી લંપટ થવાથી યુદ્ધમાં મરાયો. શીયલનું રક્ષણ કરવાથી સીતા સતીમાં મોટી કહેવાણી. સર્વથી બ્રહ્મચર્ય પાળનારની તુલનામાં ક્રોડ સોનૈયાનું દાન પણ આવી શકે નહીં. ચતુર્થ વ્રતનો ભંગ કરનારા નરકની અંદર વૈતરણીની વેદના પામે છે. ઈદ્ર મહારાજા પોતાની સભામાં વિરતિવંતને-બ્રહ્મચારીને પ્રણામ કરીને બેસે છે. ૪
મદિરા અને માંસભક્ષણ કરતાં પણ વધારે પાપ પિરદારસેવનમાં છે એમ વેદો અને પુરાણોમાં કહ્યું છે. આ વ્રતનો ભંગ કરનારા ભવાંતરમાં વિષકન્યા, વિધવા અને અંધપણાને પામે છે. જે આ વ્રતનું રક્ષણ કરે છે, તે પાપને દૂર કરે છે, દેવો પણ તેના વાંછિત પૂરે છે. આ વ્રત કલ્પવૃક્ષની જેમ ઈચ્છિત ફળને આપનાર છે. અને જગતમાં યશકીર્તિ વધારે છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org