Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૮
શ્રી પૂજા સંગ્રહ સાથે અતિચાર પણ દૂર કરીને, પરદારા દૂર કીજે. મેo નિજનારી સંતોષી શ્રાવક, અણુવ્રત ચોથું પાળે; દેવતિરિ નરનારી નજરે, રૂપ રંગ નવિ ભાળે. મે, ૧. વ્રતને પીડા કામની ક્રિીડા, દુરગંધા જે બાળી; નાસા વિણ નારી પણ રાગે, પંચાશકમાં ટાળી. મેરેo વિધવા નારી બાળકુમારી, વેશ્યા પણ પરજાતિ; રંગે રાતી દુર્બળ છાતી, નરમારણ એ કાતી. મેરે૦ ૨. પરનારી હેતે શ્રાવકને, નવ વાડો નિરધારી; નારાયણ ચેડા મહારાજે, કન્યાદાન નિવારી. મેરે)
પરમાત્માની પૂજા કરી ગુરુ મહારાજ આગળ આ વ્રત લઇએ. પાંચ અતિચાર દૂર કરીને પરસ્ત્રીનો ત્યાગ કરીએ. સ્વદારાસંતોષી શ્રાવક આ ચોથું અણુવ્રત પાળે. દેવ-તિર્યંચ અને મનુષ્ય સંબંધી સ્ત્રીના રૂપરંગ નજરે પણ ન જુએ. ૧.
કામક્રીડા એ ચોથા વ્રતને પીડારૂપ છે. પંચાશક ગ્રંથમાં દુર્ગધી બાલિકાને અને નાસિકા વગરની સ્ત્રીને પણ રાગપૂર્વક જોવાનો નિષેધ કરેલ છે. વિધવા સ્ત્રી, બાળકુમારી અને વેશ્યા. આ ત્રણેય પરસ્ત્રી સમજવી. એ સ્ત્રીઓ રંગે રાતી અને છાતીએ દુર્બળ હોય છે છતાં તેમના ઉપરની આસક્તિ મનુષ્યને મારવા માટે- તેના શીલરૂપ જીવનનો નાશ કરવા માટે એ છરી જેવી છે. ૨
પરસ્ત્રીથી રક્ષણ કરવા માટે શ્રાવકને નવવાડો કહેલી છે. નારાયણ -કૃષ્ણ અને ચેડા મહારાજાએ કન્યાદાન આપવાનો પણ ત્યાગ કર્યો હતો. ભરતરાજાને અયોધ્યાનું રાજ્ય ભળાવી રામચંદ્રજી વનવાસમાં રહ્યા હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org