Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૮૧
નવપદજીની પૂજા જિક તીર્થકર કર્મ ઉદયે કરીને, દિયે દેશના ભવ્યને હિત ધરીને, સદા આઠ મહાપાડિહારે સમેતા, સુરેશે નરેશે સ્તવ્યા બ્રહ્મપુત્તા.૪ કર્યા ઘાતીયાં કર્મ ચારે અલગ્ના, ભવોપગ્રહી ચાર જે છે વિલમ્મા, જગત્ પંચ કલ્યાણકે સૌખ્ય પામે, નમો તેહ તીર્થકરા મોક્ષકામે. ૫
ઢાળ : તીર્થપતિ અરિહા નમું, ધર્મ ધુરંધર ધીરોજી; દેશના અમૃત વરસતા, નિજ વીરજ વડવીરોજી. ૧.
ઉલાળો. વર અક્ષય નિર્મળ જ્ઞાન ભાસન, સર્વ ભાવ પ્રકાશતા, નિજ શુદ્ધ શ્રદ્ધા આત્મભાવે, ચરણથિરતા વાસતા;
(નવપદોની) પૂજા કરી છે અને તે કાળે જેમનો આત્મા નવપદથી વાસિત રહેલો છે. ૩
જેઓ તીર્થકર નામકર્મના ઉદય વડે ભવ્ય જીવોનું હિત હૃદયમાં ધારણ કરીને દેશના આપે છે. જેઓ સદા આઠ મહાપ્રાતિહાર્ય સહિત હોય છે અને કેવળજ્ઞાનથી પવિત્રિત થયેલા જેમને ઈદ્રો અને ચક્રવર્તિઓએ સ્તવેલા છે. ૪
ચાર ઘાતકર્મો જેમણે (આત્માથી) જુદાં કરેલાં છે, ભવપર્યત રહેનારાં ચાર (અઘાતી) કર્મો હજી રહેલાં છે અને જેના પાંચે કલ્યાણકો વખતે જગતુ શાંતિ પામે છે, તે તીર્થકરોને મોક્ષની ઇચ્છાપૂર્વક નમસ્કાર કરો. ૫
ઉલાળાની ઢાળનો અર્થ તીર્થના સ્થાપનાર અરિહંત ભગવાનને નમું છું, જેઓ ધર્મના પ્રવર્તક અને ધીર છે, ઉપદેશ રૂપ અમૃતને વરસાવે છે અને પોતાની શક્તિ વડે ઉત્તમ સુભટ તુલ્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org