Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૬
શ્રી પૂજા સંગ્રહ સાથે હોયે જાસ મહિમાથકી લબ્ધિ સિદ્ધિ,
અવાંચ્છકપણે કર્મ આવરણ શુદ્ધિ; તપો તેહ તપ જે મહાનંદ હેતે,
ન હોયે સિદ્ધિ સીમંતિની જિમ સંકેતે. ૨. ઇસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે.
- સદાનંદ ચિદ્રુપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણરત્નધામા,
નમું તે સદા સિદ્ધચક્ર પ્રધાના ૩. ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમેં ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે.
જેના મહિમા થકી લબ્ધિઓ સિદ્ધ થાય છે અને ઇચ્છા વગરનું (નિયાણા વગરનું) હોવાથી કર્મોના આવરણનું જે શોધન કરે છે તે તપ મોક્ષને માટે આદરો, જેથી મુક્તિરૂપી સ્ત્રી સંકેતવાળી થાય છે અર્થાત્ આવીને મળે છે. ૨
આ નવપદનું ધ્યાન જેઓ કરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપને પામે છે, એવા નિર્મળ જ્ઞાન વગેરે ગુણોરૂપ રત્નોના નિવાસસ્થાન શ્રેષ્ઠ સિદ્ધચક્રને હું નિરંતર નમસ્કાર કરું છું.' - વૃત્તાર્થ - એ પ્રકારે નવપદનું જે ધ્યાન કરે છે તે ઉત્કૃષ્ટ આનંદ પામે છે, નવમે ભવે મોક્ષે જાય છે, (વચ્ચેના અંતરમાં) દેવપણું તથા મનુષ્યપણું પામે છે, જ્ઞાનવિમળસૂરિ ગુણગાન કરતાં કહે છે કે સિદ્ધચક્રના પ્રભાવથી સર્વ પાપો સમાઈ જાય છે- નાશ પામી જાય છે અને જગતમાં જયજયકાર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org