Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૮
શ્રી પૂજા સંગ્રહ સાથે
ઉલાળો નિરધાર સેતી ગુણી ગુણનો, કરે જે બહુમાન એ, તસુ કરણ ઈહાં તત્ત્વ રમણે, થાય નિર્મળ ધ્યાન એ; એમ શુદ્ધ સત્તા ભળ્યો ચેતન, સકલ સિદ્ધિ અનુસરે, અક્ષય અનંત મહંત ચિઘન, પરમ આનંદતા વરે. ૨.
કલશ ઈય સયલ સુખકર ગુણપુરંદર, સિદ્ધચક્ર પદાવલી, સવિ લબ્ધિ વિદ્યા સિદ્ધિમંદિર, ભવિક પૂજા મન રૂલી; ઉવજઝાયવર શ્રી રાજસાગર, જ્ઞાનધર્મ સુરાજતા, ગુરુ દીપચંદ સુચરણ સેવક, દેવચંદ સુશોભતા.
(મનના) નિશ્ચયપૂર્વક ગુણીં અને ગુણનું જે બહુમાન કરે તે કરવાથી અને તત્ત્વમાં રમણતા કરવાની ઇચ્છા પ્રગટે તો તે પ્રાણીને શુક્લધ્યાન પ્રાપ્ત થાય, એ પ્રકારે શુદ્ધ આત્મસત્તામાં આત્મા ભળે ત્યારે સર્વ સિદ્ધિ તેને પ્રાપ્ત થઈ જાય છે અને અક્ષય, અનંત, મહંત અને જ્ઞાનઘનરૂપ પરમ આનંદપણાને તે પામે છે. ૨
કલશનો અર્થ - આ સકલ પ્રાણીઓને સુખકારી, ગુણોમાં ઇંદ્ર તુલ્ય, સર્વ લબ્ધિ, વિદ્યાઓ અને સિદ્ધિઓના મંદિર એવા સિદ્ધચક્ર પદની શ્રેણીનું હે ભવ્યજનો ! ચિત્તના ઉલ્લાસપૂર્વક પૂજન કરો. મહોપાધ્યાય શ્રી રાજસાગર જ્ઞાન અને (ચારિત્ર) ધર્મથી સુશોભિત છે; (તેમના શિષ્ય) દીપચંદ્રજી ગુરુના ચરણકમળની સેવા કરનાર દેવચંદજી સુંદર પ્રકારે શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org