Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
નવપદજીની પૂજા
(ઢાળ
-
- ઉલાળાની દેશી.) ઇચ્છારોધન તપ નમો, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પરપરિણતિ ઉચ્છેદેજી. ૧.
ઉલાળો
ઉચ્છેદ કર્મ અનાદિ સંતતિ, જેહ સિદ્ધપણું વરે, યોગ સંગે આહાર ટાળી, ભાવ અક્રિયતા કરે; અંતરમુહૂરત તત્ત્વ સાધે,સર્વસંવરતા કરી, નિજ આત્મસત્તા પ્રગટ ભાવે, કરો તપ ગુણ આદરી. ૧.
ઢાળ
એમ નવપદ ગુણ મંડલં, ચઉ નિક્ષેપ પ્રમાણેજી; સાત નયે જે આદરે, સમ્યગ્દ્શાને જાણેજી. ૧.
૨૧૭
ઉલાળાની ઢાળનો અર્થ - ઇચ્છાઓના નિરોધરૂપ બાહ્ય અને અત્યંતર ભેદોવાળા તપને નમસ્કાર હો. તે આત્મશક્તિની એકતા કરે છે અને પરપરિણતિનો ઉચ્છેદ કરે છે. ૧.
અનાદિકર્મની શ્રેણિનો છેદ કરી જે સિદ્ધ અવસ્થાને પમાડે
છે, યોગોનો નિરોધ કરી નિરાહારપણું પ્રાપ્ત કરાવી જે ભાવસ્થિરતાને મેળવી આપે છે, જેનાથી બે ઘડીની અંદર તત્ત્વની સાધના થઈ જાય છે, જે સર્વસંવર૫ણું પ્રાપ્ત કરાવે છે અને પોતાની આત્મસત્તાને પ્રકટ કરે છે એવા તપગુણનો ભાવપૂર્વક આદર કરો. ૧.
ઢાળનો અર્થ - એ પ્રકારે નવપદના ગુણોનું મંડળ ચાર નિક્ષેપથી, પ્રમાણોથી અને સાત નયોથી જે આદરપૂર્વક આરાધે છે તે સમ્યજ્ઞાનવડે તેને જાણે છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org