Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૩
નવપદજીની પૂજા વિપર્યાય હઠવાસનારૂપ મિથ્યા,
ટળે જે અનાદિ અછે જેમ પથ્યા; જિનોક્ત હોયે સહજથી શ્રદ્ધાનું,
કહિયે દર્શન તેહ પરમં નિધાન. ૧. વિના જેહથી જ્ઞાન અજ્ઞાન રૂપ,
ચરિત્ર વિચિત્ર ભવારણ્યાં ; પ્રકૃતિ સાતને ઉપશમે ક્ષય તે હોવે,
તિહાં આપરૂપે સદા આપ જોવે. ૨
(ઢાળ ઉલાળાની દેશી). સમદર્શન ગુણ નમો, તત્ત્વ પ્રતીત સ્વરૂપોજી; જસુ નિરધાર સ્વભાવ છે, ચેતન ગુણ જે અરૂપોજી. ૧.
વૃત્તાર્થ - જેમ પથ્યથી વ્યાધિ ટળે તેમ વિપર્યાસ અને કદાગ્રહની વાસનારૂપ અનાદિ મિથ્યાત્વ, જેનાથી દૂર થાય છે, અને જિનેશ્વરે કહેલાં તત્ત્વોની ઉપર સ્વાભાવિકપણે શ્રદ્ધા થાય છે, તે ઉત્કૃષ્ટ નિધાનરૂપ સમ્યગ્ગદર્શન કહેવાય છે. ૧.
જેના વગર પ્રાપ્ત કરેલું જ્ઞાન અજ્ઞાનરૂપ ગણાય છે, અનેક જનોને આશ્ચર્યકારી ચારિત્ર પણ ભવરૂપ અટવીમાં કૂવા તુલ્ય છે, અને જે મિથ્યાત્વ મોહનીયની સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અથવા ક્ષય થાય ત્યારે પ્રાપ્ત થાય છે તે સમકિત પ્રાપ્ત થવાથી આત્મા પોતાને આત્મસાક્ષાત્કારથી જોઈ શકે છે. (૨)
ઉલાળાની ઢાળનો અર્થ - સમ્યગ્ગદર્શન ગુણને નમસ્કાર કરો ! જે તત્ત્વની પ્રતીતિરૂપ છે, જેનો નિરધાર કરવાનો સ્વભાવ છે અને જે ચેતનનો અરૂપી ગુણ છે. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org