Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૫
નવપદજીની પૂજા
ઢાળ : (ઉલાળાની દેશી) ખંતિજુઆ મુત્તિજુઆ, અજીવ મદવ જુત્તાજી; સચ્ચે સોયં અકિંચણા, તવ સંજમ ગુણરત્તાજી. ૧.
ઉલાલો જે રમ્યા બ્રહ્મ સુગુમગુપ્તા, સમિતિ સમિતા ધૃતધરા; સ્યાદ્વાદવાદે તત્ત્વવાદક, આત્મપર-વિભજનકરા; ભવભીરૂ સાધનધીર શાસન-વહન ધોરી મુનિવરા, સિદ્ધાંત વાયણ દાન સમરથ, નમો પાઠક પદધરા. ૧.
પૂજા ઢાળ, (શ્રીપાળના રાસની દેશી.) દ્વાદશ અંગ સઝાય કરે છે, પારગ ધારગ તાસ; સૂત્ર અર્થ વિસ્તાર રસિક તે, નમો ઉવજઝાય ઉલ્લાસ રે.
ભવિકા ! સિ0 ૧.
ઉલાળાની ઢાળનો અર્થ - જેઓ ક્ષમા, નિર્લોભતા, સરળતા અને મૃદુતાવાળા છે, સત્ય, શૌચ (અદત્તત્યાગ), અકિંચનપણું અને તપ તથા સંયમ (જીવદયા)રૂપ યતિગુણો વડે રંગાયેલા છે.૧.
જે બ્રહ્મચર્યમાં રમ્યા છે, (ત્રણ) સુંદર ગુપ્તિવડે સુરક્ષિત છે, (પાંચ) સમિતિવાળા છે, શ્રુતજ્ઞાનને ધારણ કરનારા છે, સ્યાદવાદના સુંદર ઉપદેશથી તત્ત્વનું પ્રતિપાદન કરનારા છે, જડ અને ચેતનનો (સ્વપરનો) ભેદ પાડનારા છે, ભવભીરૂ છે, સાધના કરવામાં ધીર છે, પ્રભુશાસનને વહન કરવામાં વૃષભ તુલ્ય શ્રેષ્ઠ મુનિ છે, આગમની વાચના દેવામાં શક્તિમાન છે એવા પાઠકપદને ધારણ કરનારા (ઉપાધ્યાયજી)ને નમસ્કાર કરો. ૧.
પૂજાની ઢાળનો અર્થ - જે બાર અંગોનો સ્વાધ્યાય કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org