Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બારવ્રતની પૂજા
૧૭૭ વ્રતધારી પૂજાનો વિધિ, ગણધર સૂટા ગુંથાયો; નિર્ભયદા શિવપુર જાવે, જેમ જગ માલ છપાયો રે. મહા૦ ૨. તપગચ્છ શ્રી વિજયસિંહસૂરિના, સત્યવિજય સત્યપાયો; કપૂરવિજય ગુરુખિમાવિજયતસ, જસવિજયો મુનિરાયો રે.મહા૦૩. શ્રી શુભવિજય સુગુરુ સુપાયે, શ્રુતચિંતામણિ પાયો; વિજયદેવેન્દ્રસૂરીશ્વરરાયે, એ અધિકાર રચાયો રે. મહા૦ ૪. કષ્ટ નિવારે વંછિત સારે, મધુર કંઠે મહાયો; રાજનગરમાં પૂજા ભણાવી, ઘર ઘર ઉત્સવ થાયો રે. મહા) ૫. પુરુષોના સમુદાયે વ્રતો ઉચ્ચર્યા હતા તે રીતે વ્રતોનું વર્ણન કરીને મેં એ બહાને શ્રી મહાવીર જિનેશ્વરના ગુણો ગાયા છે. બારવ્રતોના કુલ ૧૨૪ અતિચાર થાય છે. તેટલી ગાથાઓ રચી એ બારવ્રતોનો ભાવ પ્રગટ કરવામાં આવ્યો છે. ૧.
વ્રતધારીને પૂજાનો વિધિ ગણધર ભગવંતોએ સૂત્રમાં ગુંથ્યો છે. તે પ્રમાણે વ્રત પાલન કરનારા મનુષ્ય નિર્ભયપણે શિવપુરમાં જાય છે. જેમ જગતમાં સાચાની છાપ પડેલો માલ કોઈ જગ્યાએ અટકતો નથી. ર
તપાગચ્છમાં શ્રી વિજયસિંહસૂરિના શિષ્ય સત્યવિજય થયા કે જેમણે સત્યને પ્રાપ્ત કર્યું. તેમના શિષ્ય કપૂરવિજય થયા. તેમના શિષ્ય ક્ષમાવિજય થયા અને તેમના શિષ્ય મુનિરાજ જયવિજય થયા. ૩
તેમના શિષ્ય તે મારા ગુરુ શુભવિજય થયા તેમની કૃપાથી હું શ્રુતજ્ઞાનરૂપી ચિંતામણિરત્ન પામ્યો. શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરના રાજ્યમાં આ પૂજાનો અધિકાર રચ્યો. ૪
આ પૂજાઓ મધુર કંઠે ગાવાથી કષ્ટનું નિવારણ કરે અને વાંછિત આપે એવી છે. રાજનગરમાં પ્રથમ આ પૂજા ભણાવી ત્યારે ઘરે ઘરે ઉત્સવ-આનંદ થયો હતો. ૫ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org