Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૦
શ્રી પૂજા સંગ્રહ સાથે
એંશી ભાંગે દેશથકી જે પોસહ રે,
એકાસણું કહ્યું રે શ્રી સિદ્ધાંતમેં; નિજ ઘર જઈને જયણામંગળ બોલી રે,
ભાજન મુખ પુંજીરે શબ્દ વિના જમે. શીતળ૦ ૩. સર્વથકી આઠ પહોરનો ચૌવિહાર રે,
સંથારો નિશિ રે કંબળ ડાભનો; પાંચે પર્વ ગૌતમ ગણધર બોલ્યા રે,
પૂરવ આંક ત્રીશગુણો રે લાભનો. શીતળ૦ ૪.
ચાર પ્રકાર (આહાર પોસહ, શરીરસત્કાર પોસહ, અવ્યાપાર પોસહ અને બ્રહ્મચર્ય પોસહ)ના પોસહના સંયોગી ભાંગા એંશી થાય છે. તેમાં આહાર પોસહ જ દેશથી થઈ શકે છે. એથી પોસહમાં એકાસણું કરી શકાય એમ સિદ્ધાંતમાં કહ્યું છે. એકાસણું કરવા માટે પૌષધ કરનારાએ ઘરે જઈ જયણામંગળ શબ્દ બોલી ભાજન વગેરે પ્રમાજી શબ્દ કર્યા વિના જમવું. ૩
ચારે પ્રકારનો સર્વ થકી પોસહ કરનારને આઠે પ્રહરનો (સામાન્યથી ત્રણ કલાકનો એક પ્રહર) ચૌવિહાર હોય છે. અને રાત્રે ડાભ કે કામળના સંથારા પર સૂઈ રહે છે. શ્રી ગૌતમસ્વામીએ પાંચે પર્વીએ પોસહ કરવો એમ કહ્યું છે. તે આઠ પહોરના પોસહથી સામાયિક વ્રતની પૂજામાં કહેલ લાભથી ત્રીશ ગણો લાભ થાય છે. એટલે ૨૭૭૭૭૭૭૭૭૭૮ ૧૩ પલ્યોપમનું દેવાયુ બંધાય છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org