Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બારવ્રતની પૂજા
૧૩૯ સંકેત કરીને સ્વામી, ગયા તુમે વનમાં રે, થઈ કેવળી કેવળી કીધ, ધરી જો મનમાં રે; અમે કેસર કેરા કીચ, કરીને પૂજું રે, તોયે પહેલે વ્રત અતિચાર થકી હું ધ્રુ રે. આવો૦ ૨. જીવહિંસાના પચ્ચક્ખાણ, શૂલથી કરીએ રે, દુવિહં તિવિહેણ પાઠ, સદા અનુસરીએ રે; વાસી બોળો વિદળ નિશિભક્ષ હિંસા ટાળું રે, સવા વિશ્વા કેરી જીવ-દયા નિત્ય પાળું રે. આવો૦ ૩. દસ ચંદઆ દશ ઠાણ, બાંધીને રહીએ રે, જીવ જાયે એવી વાત, કેહને ન કહીએ રે;
હે સ્વામી ! મનમાં કરૂણાબુદ્ધિ ધારણ કરી ચંદનબાળાને તારવાનો સંકેત કરીને આપ વનમાં ગયા અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને તેને પણ આપે કેવળી કરી. અમે પણ કેશરના કીચ કરીને-કેશરને સારી રીતે ઘોળીને પ્રભુની પૂજા કરીએ છીએ. વળી હે પ્રભુ ! આ પહેલા વ્રતના અતિચારોથી ધ્રુજીએ છીએ. ૨
જીવહિંસાના પચ્ચકખાણ ધૂલથી કરીએ અને દ્વિવિધ ત્રિવિધ (મન-વચન-કાયાથી ન કરું અને ન કરાવું) નો પાઠ હંમેશાં અનુસરીએ. વાસી ભોજન, બોળો (બોળ અથાણું), દ્વિદળ (કાચા ગોરસ સાથે કઠોળ ખાવું તે), અને રાત્રિભોજન કે જેમાં ઘણી હિંસા થાય છે તેનો ત્યાગ કરું અને (નિરપરાધી ત્રસ જીવોની સંકલ્પથી નિરપેક્ષપણે હિંસા ત્યાગ કરવારૂપ) સવા વિશ્વાની દયા નિરંતર પાળું. ૩
દશ સ્થાનકે (૧. દેરાસર, ૨ ઉપાશ્રય, ૩ પૌષધશાળા, ૪ સ્નાનગૃહ, ૫ ભોજનશાળા, ૬ ખાંડણીયા ઉપર, ૭ ઘંટી ઉપર, ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org