Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
બારવ્રતની પૂજા
મંત્રભેદ રહનારી ન કીજે, અછતી આળ હર્યો રે; મો૦ ફૂટ લેખ મિથ્યા ઉપદેશે, વ્રતકો પાણી ઝર્યો રે. મો૦ ૫. કમળ શેઠ એ વ્રતમેં સુખિયો, જૂઠમેં નંદ કળ્યો રે; મો શ્રી શુભવીર વચન પરતીતે, કલ્પવૃક્ષ ફળ્યો રે. મો૦ ૬.
કાવ્ય તથા મંત્ર
શ્રદ્ધાસંયુતદ્વાદશવ્રતધરાઃ શ્રાદ્ધાઃ શ્રુતે વર્ણિતાઃ, આનંદાદિકદિગ્મિતાઃ સુરભવં ત્યા ગમિષ્યતિ વૈ; મોક્ષ તતમાચરસ્વ સુમતે ! ચૈત્યાભિષેકં કુરુ, યેન ત્યં વ્રતકલ્પપાદપફલાસ્વાદ કરોષિ સ્વયમ્ ૧. ૐ હ્રીં શ્રીં પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુનિવારણાય શ્રીમતે વીર જિનેન્દ્રાય વાસં યજામહે સ્વાહા.
૧૪૩
કહે છે કે જૂઠ બોલનાર મનુષ્યોના પગ પડવાથી અપવિત્ર થયેલ ભૂમિને શુદ્ધ કરવા જળછંટકાવ કરું છું એટલે ચંડાળ કરતાં પણ જૂઠ બોલનાર વધારે અપવિત્ર છે. ૪
આ બીજા વ્રતના પાંચ અતિચાર કહે છે-૧. મંત્રભેદ ન કરવો (કોઇની ગુપ્ત વાત પ્રગટ ન કરવી), ૨ પોતાની સ્ત્રીએ કરેલ ગુપ્ત હકીકત કોઇને ન કહેવી, ૩ કોઇને ખોટું કલંક ન દેવું, ૪ ખોટો લેખ ન લખવો, ૫ ખોટો ઉપદેશ ન આપવો. આ અતિચારો જો સેવવામાં આવે તો વ્રતનું પાણી (તેજ) ઝરી જાય છે. પ
કમળશેઠ એ વ્રતનું પાલન કરવાથી સુખી થયા. અને નંદ વણિક જૂઠ બોલવાથી દુ:ખી થયા. શ્રી શુભવીર પરમાત્માના વચનના વિશ્વાસથી શ્રાવકધર્મરૂપ કલ્પવૃક્ષ ફલે છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org