Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૫.
-
-
-
-
-
બારવ્રતની પૂજા રાજદંડ ઉપજે તે ચોરી,
નાઠું પડ્યું વળી વિસરીએ રે. ચિત્ત) ૨. ફૂડે તોલે કૂડ માપ, - અતિચારે નવિ અતિચરીએ રે; ચિત્ત) આ ભવ પરભવ ચોરી કરતાં,
વધ બંધન જીવિત હરીએ રે. ચિત્ત) ૩. ચોરીનું ધન ન ઠરે ઘરમાં;
ચોર સદા ભૂખે મરીએ રે; ચિત્ત) ચોરનો કોઈ ધણી નવિ હોવે,
પાસે બેઠો પણ ડરીએ રે. ચિત્ત) ૪. ચોર સાત પ્રકારે *કહ્યો છે. ખરી રીતે તો ઘાસ કે ફોતરા જેવી પણ પારકી વસ્તુ હાથમાં ન લઈએ. ચોરીની ટૂંકી વ્યાખ્યા કહે છે જે ચોરી કરવાથી રાજ્ય દંડ કરે તે ચોરી કહેવી. કોઈનું નષ્ટ થયેલું, પડી ગયેલું અને ભૂલી ગયેલું લેવું તે પણ ચોરી કહેવાય. ૨
ખોટા તોલથી અને ખોટા માપથી વસ્તુ લેવાદેવાથી અતિચાર લાગે છે, તેવા અતિચાર લગાડવા નહીં. ચોરી કરવાથી આ ભવ અને પરભવમાં વધ, બંધન પામે અને જીવિતનો પણ નાશ થાય. ૩
ચોરીનું ધન ઘરમાં ટકે નહીં, ચોર કાયમ ભૂખે ન મરે, ચોર પકડાય તો કોઈ તેનો ધણી થતો નથી. ચોરની પાસે બેસતાં પણ ડર લાગે છે. ૪ *૧. ચોર, ર ચોરી કરનાર, ૩ ચોરીની વસ્તુ વેચી આપનાર, ૪ચોરને અન્ન આપનાર, ૫ ચોરને મદદ કરનાર, ૬ ચોરને ગોઠવણ કરી આપનાર અને ૭ ચોરને સ્થાન આપનાર. આ સાતને ચોર કહ્યા છે.
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org