Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧ ૨ ૧
શ્રી નવાણુપ્રકારી પૂજા
લાખ બાવન ને એક કોડી રે, આદીશ્વર, પંચાવન તહસને જોડી રે; આદીશ્વર સાતશે સિત્તોત્તર સાધુ રે, આદીશ્વર૦ પ્રભુ શાંતિ ચોમાસું કીધું રે. આદીશ્વર૦ ૩ તવ એ વરીયા શિવનારી રે, આદીશ્વર૦ ચૌદસહસ મુનિ દમિતારિરેઆદીશ્વર૦ પ્રદ્યુમ્ન પ્રિયા અચંભી રે, આદીશ્વર૦ ચૌઆળીશમેં વૈદર્ભી રે. આદીશ્વર૦ ૪ થાવરચાપુત્ર હજારે રે, આદીશ્વર, શુકપરિવ્રાજક એ ધારે રે; આ0 સેલગ પણસય વિખ્યાત રે, આ0 સુભદ્રમુનિ સમ સાત રે. આ૦ ૫
શ્રી શાંતિનાથ પ્રભુએ અહીં ચોમાસું કર્યું ત્યારે એક ક્રોડ, બાવન લાખ, પંચાવન હજાર, સાતસો અને સત્તોતેર મુનિ સિદ્ધિપદ પામ્યા. ૩.
દમિતારિ નામના મુનિ ચૌદ હજાર મુનિની સાથે અહીં સિદ્ધિપદ પામ્યા. પ્રદ્યુમ્નની આશ્ચર્યકારી સ્ત્રી વૈદર્ભી ગુમાલીશસો સાથે અહીં સિદ્ધિપદને પામેલ છે. ૪.
થાવસ્ત્રાપુત્ર એક હજાર મુનિ સાથે અને શુક પરિવ્રાજક પણ એજ ધારે-એક હજાર મુનિ સાથે આ તીર્થે સિદ્ધિપદ પામ્યા છે. સેલગમુનિ પાંચશે મુનિ સાથે અને સુભદ્ર મુનિ સાતસો મુનિ સાથે આ તીર્થે મુક્તિપદ પામ્યા છે. પ..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org