Book Title: Pooja Sangraha with Meaning Tika
Author(s): Virvijay , Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પર
શ્રી પૂજા સંગ્રહ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ, જય ત્રિભુવનસ્વામી; અષ્ટ કર્મ-રિપુ જીતીને, પંચમીગતિ પામી. ૧. પ્રભુનામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીએ; પ્રભુ નામે ભવ ભય તણાં, પાતક સબ દહીએ. ૨.
ૐ હ્રીં વર્ણ જોડી કરીએ, જપીએ પાર્થ નામ; વિષ અમૃત થઈ પરગમે, લહીએ અવિચળ ઠામ. ૩.
જંકિંચિ સૂત્ર અંકિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણસે લોએ; જાઈ જિણબિંબાઇ, તાઇ સવાઈ વંદામિ. ૧.
(નમુત્થણંથી શરૂ કરી જાવંત કેવિસાહુ સુધી બોલવું, પછી ઉવસગ્ગહર અથવા સ્તવન બોલવું. ત્યારબાદ જયવીયરાય કહેવું. આ સૂત્રો પૂર્વે પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે.) (પછી ઉભા થઈ).
ચૈત્યવંદનનો અર્થ ત્રણ ભુવનના સ્વામી એવા હે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ! તમે જયવંતા વર્તો. તમે અષ્ટ કર્મરૂપી શત્રુને જીતીને પાંચમી ગતિ-મોક્ષગતિ પ્રાપ્ત કરી છે. ૧.
પ્રભુના નામે આનંદના મૂળરૂપ સુખ સંપત્તિ પામીએ. અને પ્રભુના નામે સંસારભયનાં સર્વ પાપો બાળી નાખીએ. ૨.
ૐ હ્રીં વર્ણ જોડીને પાર્શ્વનાથનું નામ (ૐ દૂ પાર્શ્વનાથાય. નમ:) જપીએ તો વિષ અમૃતપણે પરિણમે છે. અને અવિચળ સ્થાન - પ્રાપ્ત કરીએ છીએ. ૩.
| (અંકિંચિ, નમુત્થણું વગેરેના અર્થ પ્રથમ પૃષ્ઠ ૧૦ થી ૧૫માં આપ્યા છે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org